મુંબઇ એરપોર્ટ પર 7.5 કિલો સોનાની દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા 6 ઝડપાયા

HM News
1 Min Read
Pc : FB

– એર લાઇનના સિક્યોરિટી વિભાગના એક કર્મચારીની મદદથી રૃા..4.50 કરોડના સોનાની દાણચોરી

મુંબઇ : ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઇ એરપોર્ટ પર એક ઓપરેશનમાં ૭.૫ કિલો સોનાની દાણચોરી કરનારા છ આરોપીની ધરપકડ કરી હતી.આ સોનાની કિંમત સાડા ચાર કરોડ રૃપિયા છે.આ ગુનામાં એરલાઇનનો એક કર્મચારી પણ સંડોવાયેલો હતો.

ડીઆરઆઇના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે દુબઇથી પેસેન્જર મોટી પ્રમાણમાં સોનું લઇને આવી રહ્યો છે એરલાઇનનો કર્મચારી દાણચોરીમાં મદદ કરશે.આ માહિતીના આધારે એરલાઇનની સિક્યોરિટી વિભાગમાં કામ કરતા ઉમર શેખની તપાસ કરવામાં આવી હતી તેના શૂઝમાંથી ૧૭૦૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું.તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક પ્રવાસીની સીટની નીચે સોનુ સંતાડવામાં આવ્યું હતું.આ સોનુ શેખને એરપોર્ટની બહાર લઇ જવાનું કહેવામાં આવ્યું હતું.આ સીટ જમીર તાંબે બેસેલો હતો. ડીઆરઆઇએ તેને પણ પકડયો હતો.

શેખની પૂછપરછમાં યાસીર ફેદારની સંડોવણીની જાણ થઇ હતી.તે શેખના સંપર્કમાં હતો.એરપોર્ટની બહાર સોનુ કાઢવા માટે શેખને રૃા.૫૦ હજાર મળવાના હતા.આમ યાસીરને પણ તાબામાં લેવામાં આવ્યો હતો.એક પ્રવાસી મોહિત લોટવાની પાસેથી પણ સોનું લેવાનું શેખને કહેવામાં આવ્યું હતું.મોહિત પાસે ૧૭૦૦ ગ્રામ સોનુ હતું ડીઆરઆઇએ તે જપ્ત કર્યું હતું. સોનુ ઓગાળવામાં આરોપીઓને મદદ કરનારા પિતા-પુત્ર અમરલાલ અને કિશોરકુમારલાલની પણ ડીઆરઆઇએ ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી સોના ઉપરાંત રૃા. સાડા ત્રણ લાખ જપ્ત કરાયા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *