– ના કુછ તેરે બસ મેં, ના કુછ મેરે ‘બસ’મે
– ભૂતપૂર્વ ટીકટોક સ્ટાર કહે છે કે હડતાલ વખતે ફરજ બજાવવાની મળી સજા
મુંબઇ : મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની મહિલા કન્ડકટરને બસની અંદર મંજૂરી વિના ડ્રાઇવરની સીટ પર બેસી વિડિયો ઉતારી સોશ્યલ મિડિયા પર વાઇરલ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે.ભૂતપૂર્વ ટીકટોક સ્ટાર અને ઉસ્માનાબાદ ડેપોમાં કાર્યરત કન્ડકટર સાગર મંગલ ગોવર્ધને જણાવ્યું હતું કે એસટીની હડતાળ વખતે ફરજ બજાવવાની તેને સજા મળી છે.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સત્તાવાળાએ જણાવ્યું હતું કે લેડી કન્ડકટરે પરવાનગી લીધા વિના બસ ડ્રાઇવરની સીટમાં બેસી વિડિયો શૂટ કરી સોશ્યલ મિડિયા પર મૂકતા એસટીની છાપ ખરડાઇ હતી.એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.ગયા મહિને પણ આ મહિલા કન્ડકટરે અન્ય કર્મચારીઓ સાથે એલફેલ ભાષામાં વાત કરી હતી.તેને ૧૫ દિવસમાં ખુલાસો કરવાનું જણાવવામાં આવ્યું છે.