મુંબઈથી કન્ટેઇનર ભરીને ગુજરાતમાં દારૂ ઠાલવવા જતાં વલસાડ LCB એ રૂ. 2.83 લાખનો દારૂ ઝડપ્યો

HM News
1 Min Read

વલસાડ : દમણ અને સેલવાસથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગર ઉપર પોલીસનું દબાણ વધતા બુટલેગરોએ હવે મહારાષ્ટ્રના મુંબઈથી દારૂ લાવવાનું શરુ કર્યું છે.જેમાં વલસાડ પોલીસે મુંબઈથી બંધ કન્ટેનરમાં લવાયેલો રૂ. 2.83 લાખનો દારૂ સાથે ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાની હદ નજીક આવેલા દમણ અને સેલવાસ પોલીસના બાતમીદારો.વધુ હોઈ પોલીસ બુટલેગરોને ઝડપી પાડી કેસો કરતા હોય બુટલેગરો મુંબઈમાંથી દારૂ વાહનોમાં ભરી ગુજરાતમાં ઘુસાડવાનું શરૂ કર્યુ છે.જેમાં પણ બુટલેગરોને ફાવટ આવી નથી.આજે વલસાડ એલસીબીએ બાતમી આધારે વલસાડના અતુલ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર નાકાબંધી કરતા બાતમીવાળું દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર નં. HP 36 C 8328 ઝડપી પાડ્યું હતું.તેની અંદર તપાસ કરતા રૂ. 2.83 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કન્ટેનર મળી કુલ રૂ. 10.93 લાખના મુદ્દા માલ સાથે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *