– સ્પેશ્યલ જજ બી.ડી. શેળકેએ તેમને આ સજા ફટકારી હતી
ઈન્ડિયાઝ મૉસ્ટ વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનના કરાચીમાં ગુટકાની ફૅક્ટરી નાખવામાં મદદ કરવાના આરોપસર પકડાયેલા ગુટકાકિંગ જે.એમ. જોશી સહિત બે આરોપી ઝમીરુદ્દીન અન્સારી અને ફારુખ મન્સુરીને સ્પેશ્યલ મોકા કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે અને તેમને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.સ્પેશ્યલ જજ બી.ડી. શેળકેએ તેમને આ સજા ફટકારી હતી.આ કેસમાં રજૂઆત કરતાં સરકારી વકીલ દ્વારા કહેવાયું હતું કે ગુટકાના બિઝનેસ સાથે સંકળાયેલા જે.એમ. જોશી અને અન્ય આરોપી રસિકલાલ ધારીવાલ વચ્ચે રૂપિયાના મામલે ઝઘડો થયો હતો અને તેમણે સેટલમેન્ટ કરાવવા દાઉદ ઇબ્રાહિમનો સંપર્ક કર્યો હતો.સામા પક્ષે દાઉદે તેને કરાચીમાં ગુટકાની ફૅક્ટરી નાખવા મદદ કરવા જણાવ્યું હતું.જોકે કોર્ટમાં લાંબો સમય ચાલેલી કેસની સુનાવણી દરમિયાન રસિકલાલ ધારીવાલનું મૃત્યુ થયું હતું.