- બારના મેનેજર, કેશિયર અન્ય સામે કેસ દાખલ
મુંબઈ : અંધેરીના એક બારમાં સીક્રેટ રૂમમાં છુપાયેલી ૧૭ બારગર્લને પોલીસે તાબામાં લીધી હતી.મેકઅપ રૂમમાં મોટા અરીસા પાછળ નાનો સીક્રેટ રૂમ હતો પોલીસે બારમાં અંદાજે ૧૫ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ મામલામાં બારના મેનેજર,કેશિયર અન્ય સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આદરી છે.અંધેરીમાં આવેલા દીપા બારમાં કોરોના અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે.એવી માહિતી પોલીસને મળી હતી.
બારમાં યુવતીઓ ડાન્સ કરતીહોવાની પણ પોલીસને જાણ થઇ હતી.જેના આધારે પોલીસે બાર પર છાપો માર્યો હતો.પણ બારમાં યુવતીઓ મળી નહોતી પોલીસે બાથરૂમ,સ્ટોરેજ રૂમ,કિચન અને અન્ય સ્થળે શોધખોળ કરી હતી.પોલીસે કલાકો સુધી બારના કર્મચારીની પૂછપરછ કરી હતી.બીજી તરફ મૅકઅપ રૂમમાં એક મોટો અરીસો સંકાસ્પદ રીતે લગાડેલો હતો.પોલીસે આ અરીસાની તપાસણી કરી હતી.બાદમાં હથોડાથી અરીસો તોડી નાખ્યો હતો. આ અરીસા પાછળ એક દરવાજો હતો.તે દરવાજો રિમોટ કન્ટ્રોલથી ખોલવામાં આવતો હતો.પોલીસે દરવાજો ખોલતા અંદર એક સીક્રેટ રૂમ મળ્યો હતો.આ રૂમમાં ૧૭ બારગર્લ મળી હતી.