– વકીલે સોગંદનામા સાથે પાવર ઓફ એટર્ની આપતા પળો લાગી શકે છે
મુંબઈ : ખંડણી અને એટ્રોસીટીનો ગુન દાખલ થયા બાદ રહસ્યમ રીતે ગાયબ થઈ ગયેલા મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાની શંકા છે.પરમહીર સિંહે તપાસ કરતા આયોગ પાસે દાખલ કરેલા સોગંદનામા અને પાવર એટર્નીથી તેમની માહિતી મળી શકે છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટક મળ્યા બાદ તે સમયના મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી.બાદમાં પરમબીરે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ સામે 100 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ કર્યો હતો.આ ઉપરાંત પરમબીર સિંહ સામે પણ ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ પરમબીર સિંહ ગાયબ થઈ ગયા હતા.તેઓ કોર્ટમાં હાજર થતા નહોતા.તે વિદેશ પલાયન થઈ ગયા હોવાની ચર્ચા થતી હતી.રાજ્ય સરકારે પરમબીર સામેના આરોપીની તપાસ માટે નિવૃત્ત જજ કૈલાશ ચાંદિવાલના માર્ગદર્શન હેઠળ આયોગની સ્થાપના કરવામાં આવી હતી.
દરમિયાન પરમબીર સિંહના વકીલે ચાંદિવાલ આયોગને સોગંદનામા સામે પાવર ઓફ એટર્ની આપ્યું છે તે ચંદિગઢમાં બનાવવામાં આવ્યું હોવાનું માલૂમ પડયું છે.આયોગ સામે પરમબીર તરફથી મહેશ પાંચાલ હાજર રહેશે એમ જણાવવામાં આવ્યું છે.પોતાની પાસે કોઈ પુરાવા ન હોવાનું પણ પરમબીર સિંહે જણાવ્યું હોવાનું કહેવાય છે.