મુંબઈ, તા.૯ : આઇપીએલના પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીને વધુ એક ફટકો પડયો છે.મુંબઈનો ઈન ફોર્મ બેટ્સમેન સુર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત બનીને સિઝનની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે.મુંબઈને આ સિઝનમાં હજુ ચાર મેચ રમવાની છે.સુર્યકુમારે આ સિઝનની ૮ મેચમાં ૪૩.૨૮ની સરેરાશથી ૩૦૩ રન ફટકાર્યા હતા.મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે, સુર્યકુમારના ડાબા હાથનો સ્નાયુ ખેંચાઈ જતાં તેને ઈજા થઈ હતી.તેને હાલ આરામની સલાહ આપવામાં આવી છે અને તે બીસીસીઆઇની મેડિકલ ટીમની સાથે સંપર્કમાં છે.૩૧ વર્ષના સુર્યકુમારને ગત સપ્તાહે ગુજરાત સામેની મેચમાં આ ઈજા થઈ હતી.
સુર્યકુમાર માટે આ ઈજા પરેશાન કરનારી છે.તે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ઈજામાંથી બહાર આવ્યો હતો.ફેબુ્રઆરીમાં તેને હેરલાઈન ફ્રેક્ચર થયું હતુ.જેના કારણે તે આઇપીએલની સિઝનની શરૃઆતની ત્રણ મેચ રમી શક્યો નહતો.હવે તે ફરી ઈજાગ્રસ્ત બનતાં ટીમની મુશ્કેલી વધી ગઈ છે.