– રસ્તા ઉપર પૂર: હિંદમાતા,કિંગ સર્કલ,સાયન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા,બસના રૂટ ફેરવવા પડા,વહેલી સવારથી ધોધમાર
મુંબઇ : મહાનગરી મુંબઇમાં મેઘરાજાએ મનમુકીને વરસીને મુંબઈગરાઓને ગરમીમાંથી છુટકારો અપાવ્યો છે અને ગઈકાલે મોડી રાતથી વરસાદ થયો હતો અને સવારથી ધોધમાર વરસાદ શ થઇ જતા મહાનગરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન વ્યવહાર ને ભારે અસર પહોંચી છે.
ધોધમાર વરસાદને પગલે હિંદમાતા કિંગ સર્કલ સાયન તિલક નગર સહિતના વિસ્તારોમાં સડકો પર પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી અને પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો.અનેક વિસ્તારોમાં મુંબઈગરા વરસાદમાં નહાવા નીકળી પડ્યા હતા.સવારથી ભારે વરસાદ શરુ થઇ જતા લોકલ બસના ટ ફેરવવાની ફરજ પડી હતી અને એ જ રીતે લોકલ ટ્રેનો પણ મોડી ચાલી રહી હતી કારણ કે કેટલાક સ્થળે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા અને તેના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા પણ મુંબઈમાં ધોધમાર વરસાદ પડયો હતો પરંતુ ગઇકાલે મોડી રાતથી શરુ થયેલો વરસાદ આજે સવારે વધુ ભારે બની ગયો હતો અને એકધારો ધોધમાર વરસાદ પડી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં તો સડકો પર પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી અને નાના વાહનો ચાલી શકે એવી પરિસ્થિતિ રહી ન હતી.
આજે પણ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્રારા આગાહી કરવામાં આવી છે અને લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં નિકાલની વ્યવસ્થા કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્રારા ઓપરેશન શ કરવામાં આવ્યું છે જોકે આ લખાય છે ત્યારે પણ મુંબઈમાં વરસાદ ચાલુ જ રહ્યો છે