કોરોના વાયરસ ને લીધે મુંબઈમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજારો લોકોએ હિજરત શ કરી છે. મુંબઈમાં અને સમગ્ર મહારાષ્ટ્ર્રમાં કોરોના વાઈરસના કેસોમાં ઝડપી વધારો થતાં મુંબઈ પુણે નાગપુર સહિતના શહેરો લગભગ લોક ડાઉન જેવી સ્થિતિમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર્રમાં કોરોનાના ૬૩ જેટલા કેસ પોઝિટિવ મળ્યા છે અને એમની સાથે સંપર્કમાં આવેલા પરિવારજનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ રેલ્વે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને પુણે તેમજ આસપાસના શહેરોના શ્રમિકો કામદારો અને નોકરિયાતો એ હિજરત કરવા માટે ધસારો કરી મૂકયો હતો અને ભારે ભીડને પગલે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની ફરજ પડી હતી.
મુંબઈમાં મોટાભાગની કંપનીઓ અને મોલ સહિતના બિઝનેસ મથકોએ કારીગરોને અને કર્મચારીઓને રજા આપી દીધી છે અને લોકો પોતપોતાના ઘરે પહોંચવા માગે છે.
દરમિયાનમાં સેન્ટ્રલ મુંબઈના ઝુપડપટ્ટી વિસ્તારમાં પણ કોરોના નો કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. આસપાસ રહેતા હજારો લોકોને બચાવવા માટે તત્રં દ્રારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મુંબઈ સુમસામ ભાસી રહ્યું છે અને તેની રફતારને બ્રેક લાગી ગઇ છે. ટ્રેનો અને બસોની સેવા બધં કરી દેવામાં આવી છે અને ટેકસીઓ પણ બધં છે. જોકે ઈમરજન્સી સેવા માટે કેટલાક વાહનો દોડાવવામાં આવી રહ્યા છે. મુંબઈમાં અને મહારાષ્ટ્ર્રમાં ભારે ઝડપથી કેસ વધી રહ્યા છે અને શંકાસ્પદ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ અને પુણે સહિત ચાર શહેરોને લોક ડાઉન કરાવી દીધા હતા અને ઓફિસો દુકાનો મોલ ફરજિયાત બધં રાખવાનો આદેશ જારી કર્યેા હતો અને તેને પગલે મુંબઇમાં ભારે સુમસામ વાતાવરણ થઇ ગયું છે.