મુંબઈ : મુંબઈમાં ફરી કોરોના કેસામાં દિનપ્રતિદિન ઉછાળો આવી રહ્યો હોવાથી મહાનગર પાલિકા એલર્ટ મોડ પર આવી છે.આરોગ્ય ખાતાં તથા વોર્ડ ઓફિસોને ટેસ્ટિંગમાં અને રસીકરણમાં વધારા માટે તાકીદ કરાઈ છે.જમ્બો કોવિડ સેન્ટર તથા ખાનગી હોસ્પિટલોને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવાયું છે.વોર્ડવાઈઝ વોર રુમ પણ ફરી સક્રિય કરવાનું નક્કી કરાયું છે.મુંબઈમાં કોરોના કેસોમાં વધારાને પગલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહાનગર પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ વચ્ચે બેઠક યોજાઈ હતી.તેમાં કોરોનાનો ફૂંફાડો ફરી રોકવા માટે વ્યૂહરચના વિચારવામાં આવી હતી.બુધવારે મુંબઈમાં કોવિડ-૧૯ના ૭૦૦ નવા કેસ નોંધાયા છે.છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો છે.શહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધવાની અપેક્ષા છે.આથી પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે શહેરના તમામ ૨૪ વહીવટી વોર્ડને એલર્ટ રહેવા આદેશ જારી કર્યા છે.
ચહલે વોર્ડના તમામ વોર્ડ ઓફિસરોનો વોર્ડ વોર રૃમની સમીક્ષા કરતા અને તેનાં સ્ટાફ,મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સાથે સજ્જ રાખવાનો નિર્દેશ આપ્યો છે.ટેસ્ટિંગ માટે લેબોરેટરીઓને સક્રિય અન સંપૂર્ણ સ્ટાફ રાખવાનું કહેવામાં આવ્યું છે.તેઓએ તેમના વોર્ડમાં કોવિડ-૧૯ કેસોની દૈનિક સમીક્ષા કરવીૂ જોઈએ અને જ્યાં પણ જરૃર પડે ત્યાં મજબૂત હસ્તક્ષેપ કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું છે.તેમણે ૧૨થી ૧૮ વર્ષની વયના કિશોરો રસીકરણ અભિયાનને આગળ વધારવા અને બૂસ્ટર ડોઝ માટે સખત દબાણ કરવા જણાવાયું છે.
ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે.આથી વોર્ડ ઓફિસરોને જમ્બો કોવિડ સેન્ટરો ફરી સજ્જ કરવા,ડોકટરો અને કર્મચારીઓને એલર્ટ કરવા મલાડ ખાતેના જમ્બો કોવિડ સેન્ટરને પ્રાધાન્ય આપીને સજ્જ કરવો,વોર્ડ વોર રૃમ ફરી સક્રિય કરવા,ખાનગી હોસ્પિટલોને એલર્ટ રાખવાનો આદેશ પણ કમિશનરે આપ્યો હતો.ચોમાસાના પાર્શ્વભૂમિ પર પ્રત્યેક હોસ્પિટલમાં કટોકટીના સમયની સજ્જતા કરાઈ છે કે નહિં આ બાબતે સમીક્ષા કરવાનું કહ્યું છે.માસ્ક બાબતે ટાસ્ક ફોર્સ દ્વારા નિર્દેશ આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાયો થી.ટાસ્ક ફોર્સના નિર્ણય બાદ માસ્ક પર નિર્ણય લેવાશે,એમ ચહલે જણાવ્યું હતું.મુંબઈમાં ૧૬મે બાદ કોરોનાના દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


