ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે ઑનલાઇન ફ્રૉડનું પણ પ્રમાણ બહુ વધી ગયું છે અને અનેક લોકોનાં અકાઉન્ટમાંથી તેમની જિંદગીભરની કમાણી સેરવી લેવાય છે અથવા તેમની સાથે છેતરપિંડી કરીને તેમના ડેબિટ કાર્ડની વિગતો લઈ તેમને લાખો રૂપિયામાં નવડાવી નખાય છે.અત્યાર સુધી બીકેસી કૉમ્પ્લેક્સમાં એક જ સાઇબર પોલીસ-સ્ટેશન હતું,પણ હવે આવા સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા મુંબઈ પોલીસના પાંચ ઝોન નૉર્થ,સાઉથ, ઈસ્ટ,વેસ્ટ અને સેન્ટ્રલ મળી દરેકના એક એમ પાંચ નવાં સાઇબર પોલીસ-સ્ટેશનની શરૂઆત થઈ રહી છે.મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે એ પાંચ સાઇબર પોલીસ-સ્ટેશનનું ડીબી માર્ગ પોલીસ-સ્ટેશનની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં ઑનલાઇન ઉદ્ઘાટન કરશે.