મુંબઈ : પોલીસે એક નોટબુક પ્રાપ્ત કરી છે.જેમાં આઈ લવ યૂ લખ્યું છે.જેમાં એક છોકરીના પ્રેમ પ્રસંગની વાત પણ લખી છે.હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
આ સનસનીખેજ મામલો ઈંદૌરના કનાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.જ્યાં મુંબઈથી ઈંદૌર આવેલા પંકજ કામલેએ બુધવારે હોટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.પંકજ,મુંબઈમાં રહેતો હતો જ્યાં તેની ચાર કંપનીઓ છે.તે મુખ્ય રૂપે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો.ફાંસીની સૂચના મળતા ઘટના સ્થળે પોલીસ પહોંચી.જ્યારે તેના રૂમની તપાસ કરી તો તેને ત્યાં એક નોટબૂક મળી જેમાં તેણે નીલમ નામની છોકરીનો ઉલ્લેખ કર્યો.મુખ્યતઃ પ્રેમ પ્રસંગનો મામલો લાગી રહ્યો છે. તે નોટબુકમાં તેને એક કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કર્યો છે.
પંકજના ભાઈ બેની પ્રસાદના પ્રમાણે,તેનું ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ નામ હતું.તેના જેવું બાર ટેન્ડર હજી સુધી કોઈ નથી થયું.તે અહીં ધારાસભ્ય સંજય શુક્લાના દિકરાની ઈવેન્ટ માટે આવ્યા હતા.જ્યારે મોડી રાત્રે કામ ચાલી રહ્યું હતું,એ દરમિયાન પોતાના સાથીની તબિયત બગડ્યાની વાત કરીને હોટેલ માટે નિકળ્યો હતો.સવારે જ્યારે અમે હોટેલ પહોંચ્યા તો પંકજ ફાંસીના ફંદા લટકેલો હતો જે બાદ પોલીસને સૂચના આપવામાં આવી.