મુંબઈ : રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે.તેની સાથે સાથે રસ્તા ઉપર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે.ચાલુ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ આ ચાર મહિનામાં ૧૯,૩૮૩ અકસ્માત રાજ્યમાં નોંધાયા છે.જેમાંથી મુંબઈના અકસ્માતોની સંખ્યા ૮૭૬૮ છે.વાહનચાલકોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને લીધે મોટાભાગે અકસ્માત સર્જાય છે.રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં બનેલી અકસ્માતની ૧૯,૩૮૩ ઘટનામાં ૫૩૩૩ લોકોના મોત થાય છે.તો ૬૫૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.તેમ જ ૨૬૦૩ લોકોના મામૂલી ઈજા થઈ છે.મુંબઈમાં ગત વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન થયેલા અકસ્માતોની સંખ્યા આ વર્ષના ચાર મહિનાના સમયગાળામાં બનેલી ઘટનાઓ કરતા ૭૯૮૦ જેટલી ઓછી હતી.ચાલુ વર્ષે ગત ચાર મહિનામાં મુંબઈના રસ્તા પર ૮૭૬૮ અકસ્માત બન્યા છે.તેમાં ૧૨૧ લોકોએ પ્રાણ ગુમાવ્યા તો ૫૯૭ લોકો ઘાયલ થયા છે.જ્યારે કે ગત વર્ષે સમાન સમયગાળામાં અકસ્માતમાં ૧૬૪ લોકો મૃત્યુ પામ્યા હતા.