મુંબઈઃ દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે.આ ઘાતક વાયરસે દેશમાં ડોક્ટરો, પોલીસ અને સફાઈકર્મીઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે.કોરોના વાયરસના કહેર વચ્ચે પત્રકારો પણ પોતાના જીવને જોખમમાં મૂકીને રિપોર્ટિંગ કરીને જનતા સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે.આ વચ્ચે દુખદ સમાચાર આવી રહ્યા છે કે આ જીવલેણ કોરોના વાયરસે હવે પત્રકારોને પણ પોતાની ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો પ્રમાણે મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ મળ્યા છે. જેમાંથી કેટલાક ફિલ્ડ રિપોર્ટર પણ છે.
સત્તાવાર સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે, મુંબઈમાં કેટલાક ફિલ્ડ રિપોર્ટરોને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. મુંબઈમાં 53 પત્રકાર કોરોના પોઝિટિવ મળ્યા છે.જોકે, 167 પત્રકોરોના કોરોના ટેસ્ટ 16 એપ્રિલે કરવામાં આવ્યા હતા.પરીક્ષણ શિબિરનું આયોજન શહેરમાં સ્થિત પત્રકાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યામાં દરોરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ રાજ્ય છે.અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.અહીં કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,000ને પાર પહોંચી ગઈ છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતા આંકડા પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે ગંભીર અસર મહારાષ્ટ્રમામં થઈ છે.અહીં કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક દિનમાં 550થી વધીને કુલ આંકડો 4203 થયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 12 લોકોના મોત થયા છે.
દેશમાં 17265 કોરોનાનાં દર્દી,543 લોકોનાં મોત, 2302 સાજા થયા. દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તેલંગણા અને મહારાષ્ટ્ર રાજ્યોની છે.જ્યારે દેશનાં સાત રાજ્યો છે કે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર થઇ ગઇ છે.જેમાંથી એક રાજ્ય ગુજરાત છે.ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 108 નવા કેસ સામે આવ્યાં છે.જે બાદ સંક્રમિતોની સંખ્યા 1851 થઇ ગઇ છે.