મુંબઈ : ડૅડીના નામથી જાણીતા અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે.અત્યારે તે નાગપુર જેલમાં હોવાથી તેની અહીં જ સારવાર ચાલુ કરવામાં છે.મળેલી માહિતી મુજબ અરુણ ગવળીને છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનાં લક્ષણો દેખાતાં હતાં.આથી તેની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી,જે પૉઝિટિવ આવી હતી.ગવળીની સાથે બીજા ચાર કેદીને પણ કોરોનાનું સંક્રમણ થયું છે.અરુણ ગવળી સહિતના કેદીઓ સંક્રમિત થયા બાદ તેમને જુદી જેલમાં રાખીને સારવાર ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.