સારવારમાં કોઈ ખામી નહીં રહેવા દેવાય : એર ઇન્ડિયા
મુંબઈ : 20 માર્ચના રોજ ન્યૂયોર્કથી મુંબઈની ફ્લાઇટ લઈને આવેલ એર ઇન્ડિયાની એર હોસ્ટેસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેને મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.જ્યાંથી હવે રાહેજા હોસ્પિટલમાં દાખલ કરશે તેવું એર ઇન્ડિયાના સંચાલકોએ જણાવ્યું હતું.સાથોસાથ તેઓના સ્ટાફની પુરેપુરી કાળજી લેવાશે તેમ પણ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ એર ઇન્ડિયા દ્વારા ચીન ,જાપાન ,યુ.કે.સહિતના દેશોમાંથી ભારતીયોને વતનમાં પરત લાવવા ફ્લાઇટ મોકલાઈ હતી પરંતુ સ્ટાફની સલામતી માટેની વ્યવસ્થા પૂરતી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.