મુંબઈ પોલીસે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની કરી ધરપકડ, તરત જ મળી ગયા જામીન

HM News
1 Min Read

મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર : મુંબઈ પોલીસે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી.વિનોદ કાંબલી પર એવો આરોપ હતો કે,તેમણે એક ગાડીને ટક્કર મારી છે અને તે પણ દારૂના નશામાં.આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.બાંદ્રા પોલીસે આ મામલે રિપોર્ટ દાખલ કર્યો છે અને મુંબઈ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.જોકે કાંબલીને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાના આરોપસર રવિવારે વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી.જોકે બાંદ્રા પોલીસે થોડા સમયમાં જ કાંબલીને જામીન પર મુક્ત કરી દીધો હતો.વિનોદ કાંબલી પર પોતાની બાંદ્રા સ્થિત સોસાયટીના ગેટ પર બેદરકારીપૂર્વક ગાડી ચલાવીને ટક્કર મારવાનો આરોપ છે.એએનઆઈના અહેવાલ પ્રમાણે મુંબઈ પોલીસનું કહેવું છે કે,તે દારૂના નશામાં હતો.

મુંબઈ પોલીસે વિનોદ કાંબલીની આઈપીસીની કલમ 279 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું), 336 (અન્યનો જીવ જોખમમાં મુકવો) અને 427 (નુકસાન પહોંચાડનારૂ કૃત્ય) અંતર્ગત કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.આ તમામ કલમો જામીનપાત્ર શ્રેણીમાં આવે છે માટે કાંબલીને ધરપકડ બાદ થાણામાંથી જ જામીન મળી ગયા હતા.

દેશ માટે 17 ટેસ્ટ અને 104 વનડે ઈન્ટરનેશનલ રમી ચુકેલા વિનોદ કાંબલી ભારતીય ટીમના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ખૂબ સારા મિત્ર છે.વિનોદ કાંબલી વર્ષ 1993થી વર્ષ 2000 દરમિયાન ભારતીય ટીમ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *