By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ : મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લાગ્યા, છ લોકોની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ : મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લાગ્યા, છ લોકોની ધરપકડ
GeneralMumbai

મુંબઈ : મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લાગ્યા, છ લોકોની ધરપકડ

HM News
Last updated: 16/01/2023 9:06 AM
HM News
2 years ago
Share
SHARE

મુંબઈ,તા 16 સોમવાર 2023 : મુંબઈ પોલીસે શનિવારે મલાડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટર લગાવવા બદલ છ લોકોની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા લોકોમાંથી એક આ પ્રસંગે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવાનો હતો.તસવીર વાયરલ થયા બાદ પોલીસને મલાડ ઈસ્ટમાં આ પોસ્ટર મળી આવ્યું હતું.તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું.

ગેંગસ્ટરની તસવીર સાથેના પોસ્ટરમાં લખ્યું છે કે “છોટા રાજનના (નાના) જન્મદિવસ નિમિત્તે શનિવાર અને રવિવારે બે દિવસીય કબડ્ડી ટુર્નામેન્ટ યોજાશે.” તેમ જ રમતગમતના કાર્યક્રમમાં “આદરણીય મહાનુભાવોનું સ્વાગત” કર્યું હતું.મુંબઈ લાઈવના એક અહેવાલ મુજબ પુરુષોની ઓળખ 26 વર્ષીય આયોજક સાગર ગોલે ઉપરાંત રાકેશ ગાડીગાંવકર,રાજ ગોલે,ગૌરવ ચવ્હાણ,વિદ્યા કદમ અને દીપક સકપાલ તરીકે કરવામાં આવી છે.કુરાર વિલેજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

છોટા રાજનની વર્ષ 2015માં ઇન્ડોનેશિયાના બાલીમાંથી ધરપકડ કરાયા બાદ ભારત મોકલવામાં આવ્યો હતો. 2018માં તેને 2011માં પત્રકાર જે.ડેની હત્યા માટે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.તે હાલમાં તિહાર જેલમાં બંધ છે અને ખંડણી,હત્યા,દાણચોરી,ડ્રગ્સની હેરાફેરી સહિતના અનેક કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ભૂતપૂર્વ મુખ્ય સાથી હતો.ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈના તિલક નગર વિસ્તારમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનો જન્મદિવસ કેક કાપીને ઊજવવામાં આવ્યો હતો.વીડિયો વાયરલ થયા બાદ તિલક નગર પોલીસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના નવી મુંબઈ સંપર્ક વડા નિલેશ પરાડકર ઉર્ફે અપ્પાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

મુંબઈ પોલીસે કર્યો ભેળસેળ વાળું દૂધ બનાવટી ગેંગનો ભાંડાફોડ

અગાઉ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગની ક્રાઇમ બ્રાન્ચ (સીબી) કન્ટ્રોલ ટીમે મુંબઈ એફડીએના અધિકારીઓ સાથે મળીને સમતાનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લૅટમાં છાપો મારીને ૧૦૪૧ લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કર્યું હતું. આ ભેળસેળવાળું દૂધ ગોકુલ અને અમૂલ જેવી મોટી બ્રૅન્ડેડ કંપનીની થેલીમાં પૅક કરીને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું.આ કેસમાં સીબી કન્ટ્રોલ ટીમે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ચાર પુરુષ અને એક મહિલા સહિત પાંચ જણની ધરપકડ કરી છે.

વાપીથી ધરમપુરનો યુવક બંધ થયેલી 500ના દરની 600નોટ સાથે પકડાયો
ઇસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચે ગાઝાની સત્તા માટે હરીફાઈ : જાણો ઇઝરાયેલ-પેલેસ્ટિન સંઘર્ષની વર્તમાન સ્થિતિ
કલેક્ટર ગઢવીની વાસનાનો ખેલ ખુલ્લો પાડવામાં કોણ છે પડદા પાછળના અસલી ખેલાડી ?
આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ, જાણો શિવ-શંકરની પૂજા-અર્ચનાનું મહાત્મ્ય
BCCI તૈયાર કરી રહ્યુ છે ક્રિકેટનુ નવુ હબ, સૌરવ ગાંગુલી-જય શાહે નાખ્યો નવી NCAનો પાયો
Share This Article
Facebook Email Print
Previous Article રાહુલ ગાંધીના મૈંને ઉસકો માર દિયા વાળા નિવેદનની અસદુદ્દીન ઓવૈસીએ મિમિક્રી કરી
Next Article સુરતના લીંબાયતમાં લુમ્સના કારખાનામાં આગ લાગી, કાપડનો જથ્થો બળીને ખાખ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up