By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ સહિત દેશમાં લગ્નના બહાને 100થી વધુ મહિલાઓ સાથે ઠગાઈ કરનારો પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈ સહિત દેશમાં લગ્નના બહાને 100થી વધુ મહિલાઓ સાથે ઠગાઈ કરનારો પકડાયો
GeneralMumbai

મુંબઈ સહિત દેશમાં લગ્નના બહાને 100થી વધુ મહિલાઓ સાથે ઠગાઈ કરનારો પકડાયો

HM News
Last updated: 14/05/2022 4:36 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : મુંબઇ સહિત સમગ્ર દેશમાં ૧૦૦થી વધુ મહિલાઓ સાથે લગ્નના બહાને લાખોની છેતરપિંડી આચરનાર ૩૫ વર્ષના શખ્સની તાજેતરમાં પોલીસે મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ફરહાન તાસીર ખાન હાલ ઓડીશાના કેઓનઝાર જિલ્લામાં રહે છે.દિલ્હીની પ્રખ્યાત ઓલઇંડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ની એક મહિલા ડોક્ટરની ફરિયાદને આધારે પોલીસે આ ગઠીયાને પકડી પાડયો હતો.

આ મહિલા ડોક્ટરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની મુલાકાત ખાન સાથે એક મેટ્રીમોનિયલ સાઇટ દ્વારા થઇ હતી.ખાને અહીં તેની ઓળખાણ એક અનાથ અને કુંવારા વ્યક્તિ તરીકે આપી હતી.તેણે ફરિયાદીને એ વાત ગળે ઉતારવામાં સફળતા મેળવી હતી કે તેણે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે અને એમબીએ છે તેમજ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ચલાવે છે.આ સંદર્ભે દિલ્હી (દક્ષિણ)ના ડીસીપી બેનિતા મેરી જયકરે જણાવ્યું હતું કે ખાને મહિલા સાથે લગ્ન કરવાને બહાને અને ધંધાના વિસ્તરણ માટે કથિત રીતે ૧૫ લાખ રૃપિયા ઉધાર લીધા હતા.આ બાબતની તપાસમાં પોલીસને જાણ થઇ હતી કે ખાને આ રીતે મેટ્રોમોનિયલ સાઇટ પર ઘણી આઇડી બનાવી હતી અને તેના દ્વારા મુંબઇ, દિલ્હી, પંજાબ, યુ.પી. બિહાર, વેસ્ટ બેંગાલ, ગુજરાત, ઓડીશા અને અન્ય રાજ્યોની મહિલાઓ સાથે મિત્રતા બાંધી હતી.તેને પોલીસે કોલકાતાથી ટ્રેક કર્યો અને અંતે દિલ્હીથી પકડી પાડયો હતો.

ખાન મોંઘીદાટ કારમાં ફરતો અને આ કાર તેની હોવાની છાપ ઉભી કરી મહિલાઓને પ્રભાવિત કરતો.જ્યારે ખરેખર તો આ કાર તેના એક સંબંધીની માલિકીની હતી.ખાન એક શહેરથી બીજા શહેરમાં સતત ફરતો રહેતો અને વીડિયો કોલ કરી એવું દર્શાવતો કે તે ખૂબ ધનવાન છે.ડીસીપી જયકર અનુસાર તે મહિલાઓને તેની વાર્ષિક આવક ૩૦થી ૪૦ લાખ હોવાનું કહેતો.જ્યારે વાસ્તવિક્તામાં ખાન પરણેલો હોઇ તેને ત્રણ વર્ષની પુત્રી પણ છે.તેના પરિવારમાં પિતા અને બહેનનો પણ સમાવેશ થાય છે.જ્યારે તેણે મહિલાઓને જણાવ્યું હતું કે તેના માતા- પિતાનું અકસ્માતમાં મોત થયું હતું.પોલીસે ખાન પાસેથી એક મોબાઇલ ફોન, ચાર સીમકાર્ડ, એક કાર, નવ એટીએમ કાર્ડ, એક કાંડા ઘડિયાળ જપ્ત કરી હતી.

અંકલેશ્વર GPCBએ ગત વર્ષે 462 કંપનીઓને નોટિસ ફટકારી
આણંદ જિલ્લામાં પત્નીના ચરિત્ર પર શંકા જતા જલ્લાદ જેવા પિતાએ 5 વર્ષની પુત્રીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ..કહ્યું કે પુત્રી બીજા કોઈનું સંતાન હતી….
મુંબઇમાં દરિયાના પાણીને મીઠું બનાવવા પાલિકા બે હજાર કરોડ ખર્ચશે
રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા
જમાત-ઉલ-મુજાહિદ્દીનનો આતંકવાદી ઝડપાયો, તૃણમૂલ કોંગ્રેસ સાથે સાઠગાંઠ હોવાનો ભાજપના નેતાઓનો આક્ષેપ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સંખ્યામાં અઠવાડિયામાં 32 ટકા વધારો
Next Article બોગસ મજૂર પ્રકરણે પ્રવીણ દરેકર સામે 900 પાનાંનું આરોપોનામું દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up