– દુબઈમાં થયેલી પ્રોપર્ટી ડીલને ખાનગી રાખવામાં આવી છે. એવું જણાવાઈ રહ્યું છે કે મુકેશ અંબાણી તેને પોતાની ઈચ્છાનુસાર બનાવવા અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરનો ખર્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.મુકેશ અંબાણીના સહયોગી પરિમલ નથવાણી સમૂહના કોર્પોરેટ મામલાના નિર્દેશક આ વિલાનું મેનેજમેન્ટ કરશે…
અમદાવાદ : ભારતના સૌથી અમીર બિઝનેસમેનોની યાદીમાં સામેલ મુકેશ અંબાણીએ દુબઈમાં 640 કરોડ રૂપિયાની કિંમતની એક વિલા ખરીદી છે.મુકેશ અંબાણીએ બીચ સાઈડ પર એક વિલા ખરીદી છે જેની કિંમત 80 મિલિયન ડોલર છે.મુકેશ અંબાણી દુબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનાર બિઝનેસમેન છે.એક રિપોર્ટ અનુસાર પામ જુમેરાહ બીચ પર મોજૂદ 640 કરોડ રૂપિયાની આ સંપત્તિને આ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવી છે.
મુકેશ અંબાણીની આ પ્રોપર્ટીની આસપાસ શાહરુખ ખાન અને ડેવિડ બેકહમ જેવા રઈસો રહે છે.ફુટબોલર બેકહમ અને બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હવે અંબાણીના પડોશી બની ગયા છે.મુકેશ અંબાણીની નવી વિલામાં બેડરૂમ,એક ખાનગી સ્પા, ઈન્ડોર અને આઉટડોર પૂલ છે.દુબઈ શહેર અલ્ટ્રા રિચ લોકો માટે એક પસંદગીનું પ્રોપર્ટી બજારના રુપમાં ઉભરી રહ્યું છે.દુબઈ સરકાર લાંબા ગાળા માટેના ગોલ્ડન વિઝાની ઓફર કરીને વિદેશીઓ માટે ઘર ખરીદવાનું સરળ બનાવ્યું છે.
દુબઈમાં થયેલી પ્રોપર્ટી ડીલને ખાનગી રાખવામાં આવી છે.એવું જણાવાઈ રહ્યું છે કે મુકેશ અંબાણી તેને પોતાની ઈચ્છાનુસાર બનાવવા અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લાખો ડોલરનો ખર્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.મુકેશ અંબાણીના સહયોગી પરિમલ નથવાણી સમૂહના કોર્પોરેટ મામલાના નિર્દેશક આ વિલાનું મેનેજમેન્ટ કરશે.જોકે, મુકેશ અંબાણીનું પ્રાયમરી રેસિડન્સ મુંબઈની 27 માળની ઈમારત એન્ટીલીયા જ રહેશે.
આરપીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયન્કાએ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક લક્ઝરી વિલા દર્શાવવામાં આવી હતી.વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, દુબઈનું આ ખુબસુરત ઘર એક અબજપતિ ઉદ્યોગપતિને વેચી દેવામાં આવ્યું છે.આ વીડિયો અને કેપ્શન પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ મુકેશ અંબાણીનું જ ઘર હશે.