By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે 74 અબજ રૂપિયાના રોબોટ, કરાવશે આ કામ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે 74 અબજ રૂપિયાના રોબોટ, કરાવશે આ કામ
GeneralNational

મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે 74 અબજ રૂપિયાના રોબોટ, કરાવશે આ કામ

HM News
Last updated: 21/02/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ એડવર્બ ટેક્નોલોજીસ ને 1 બિલિયન ડોલર (આશરે 74 અબજ રૂપિયા)નો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટ્સ માટે આપવામાં આવ્યો છે.તેનો ઉપયોગ રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કરવાની યોજના છે રિલાયન્સે તાજેતરમાં ખરીદી ભાગીદારી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલા જ રોબોટિક્સ સ્ટાર્ટઅપ Addverb Technologiesની 54 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કર્યું હતું.આ સોદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Ltd) દ્વારા કરવામાં આવ્યો હતો.રિલાયન્સ રિટેલે આ ડીલ 132 મિલિયન ડોલર એટલે આશરે 985 કરોડ રૂપિયામાં કરી હતી.

5G સાથે સંકળાયેલા પ્રયોગો કરશે રિલાયન્સ

જાણવા મળ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ રોબોટ્સ દ્વારા 5G સાથે સંકળાયેલા એક્સપેરીમેન્ટ્સ પણ કરશે.પહેલેથી જ એડવર્બના ડાયનેમો 200 રોબોટ્સનો જામનગર રિફાઈનરીમાં ઈંટ્રા-લોજિસ્ટિક્સ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ રોબોટ્સ 5Gથી સંકળાયેલા છે અને તેમને અમદાવાદ સ્થિત રિમોટ સર્વર વડે કંટ્રોલ કરવામાં આવે છે.આ માટે એડવર્બની ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ લીજનનો ઉપયોગ કરવામાં આવે છે.તે સિવાય 1 ટન પેલોડ કેપેસિટીવાળા ડાયનેમો રોબોટ્સનો ઉપયોગ બૈગિંગ લાઈન ઓટોમેશનમાં કરવામાં આવી રહ્યો છે.

જાણો એડવર્બની યોજનાઓ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગીદારી ખરીદવામાં આવી ત્યાર બાદ સ્ટાર્ટઅપ કંપનીએ કહ્યું હતું કે,આ ડીલથી તેને અમેરિકા અને યુરોપના માર્કેટમાં ઉતરવામાં મદદ મળશે. આ સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી મળેલા પૈસા વડે તેને એક જ લોકેશન પર વિશાળ રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા સંસાધન પણ મળશે.કંપની હોસ્પિટલ્સ અને વિમાન મથકો પર રોબોટ ડિપ્લોય કરવાની યોજના પર કામ કરી રહી છે.આ સોદાના કારણે તેમાં તેજી આવવાની સંભાવના છે.

નોએડામાં છે એડવર્બનો પ્લાન્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેર ખરીદવામાં આવ્યા ત્યારબાદ એડવર્બની વેલ્યુએશન 26.5થી 27 કરોડ ડોલર (આશરે 2000 કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.કંપની હાલ નોએડા પ્લાન્ટમાં દર વર્ષે આશરે 10 હજાર રોબોટ બનાવી રહી છે.એડવર્બ રિલાયન્સ રિટેલને પહેલેથી જ સામાન પૂરો પાડી રહી છે.હવે એડવર્બના રોબોટ્સનો ઉપયોગ રિલાયન્સના વિભિન્ન ઉપક્રમોમાં મોટા પાયે થવાનો છે.

માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા
દક્ષિણ ગુજરાતમાં વરસાદ : સુરત,નવસારી,તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ
નાદારીની કગાર પર પાકિસ્તાન, લાઈટ બંધ કરીને ચાલી કેબિનેટ બેઠક, માત્ર એક મહિનાનો વિદેશી મુન્દ્રા ભંડાર બચ્યો છે
રાજસ્થાન : હિન્દુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી રેલી પર હુમલા બાદ 30ની ધરપકડ, કરફ્યૂ લગાવાયો
8100 કરોડનું બેંકોનું ફૂલેકું ફેરવનાર ગુજરાતના સાંડેસરા બંધુઓએ નાઇજીરિયામાં રૂ.4413 કરોડના કરાર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં સિનેમા, શાળા-કોલેજ, હોટલ-રેસ્ટોરન્ટના બોર્ડ ગુજરાતીમાં રાખવા ફરજિયાત
Next Article MP: ‘2023ની ચૂંટણી કોંગ્રેસની અંતિમ ચૂંટણી…’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up