By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી
GeneralVadodara

મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી

HM News
Last updated: 14/05/2021 10:54 AM
HM News
4 years ago
Share
SHARE

– તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું
– દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે

વડોદરા : છેલ્લાં કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પીચ તથા મેકડાનોલ્ડ અંગે મજાક કરતા મેસેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પીચ સાથે ચેડાં કરનાર યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.યુવકની સીએમની સ્પીચ સાથે ચેડાં કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.ત્યારે મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે.ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના યુવકે સીએમની સ્પીચ એડિટ કરી હતી

32 વર્ષનો યુવક પ્રદીપ કહાર વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહે છે.તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી.સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરીને તેને બનાવી હતી.એટલુ જ નહિ,તેણે આ સ્પીચ સોશિયલ મીડિયા પર ફરતી પણ કરી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદીપ કહારે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી.ત્યારે આ અંગે પોલીસે પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ફેમસ થવા પ્રદીપે આવું કર્યું

આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે.જ્યારે તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.પ્રદીપના સોશિયલ મીડીયા એકાઉન્ટમાં મુખ્યમંત્રીના મેકડોનાલ્ડવાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરેલો વીડિયો પોસ્ટ કરાયો છે.આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે.

ટેલિકોમ ક્ષેત્રે વોડાફોન આઇડિયા નાદાર થવાની શક્યતા
રસી નહી દવા કોરોનાને રોકી શકાશે :ચીની વૈજ્ઞાનિકોનો દાવો
વાણી સ્વતંત્રતાને રૂંધવાની કોશીશ કરતા નહી : કેન્દ્ર-રાજયોને સુપ્રીમની ચેતવણી
મુંબઈ પોલીસ કર્ણાટક પોલીસ પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીનો કબ્જો લેશે
બંધન બેન્કનો નફો ઘટીને 517 કરોડ રહ્યો
Share This Article
Facebook Email Print
Previous Article હનીટ્રેપ-લીડર મહિલા PI ગીતા પઠાણના રાજકોટના કારનામા
Next Article સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી ચાલ…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up