નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ખૂની સંઘર્ષ બાદ તાલિબાને આખરે સત્તા મેળવી લીધી.લગભગ 20 વર્ષ બાદ ફરીથી અફઘાનિસ્તાનમાં તાલિબાનની હકુમત ચાલશે.તાલિબાનીઓની સત્તાનો દોર કેવો રહેશે તે તો આવનારો સમય જ જણાવશે.પરંતુ જે પ્રકારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો છે તેની પૂરપાટ ઝડપથી આખી દુનિયા ચોંકી છે.આ સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે અફઘાનિસ્તાનની સેના મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે આટલી લાચારીથી નતમસ્તક કેમ થઈ ગઈ.
અમેરિકાએ અફઘાનિસ્તાનને ‘દગો’ કર્યો
2001માં અફઘાનિસ્તાનથી તાલિબાનીઓનું રાજ ખતમ કરનારા અમેરિકાએ લગભગ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં પોતાની મરજી ચલાવી.ત્યાંના સૈનિકોને તાલિમ આપવાની મોટા સ્તરે કવાયત પણ કરી.તાલિબાનીઓની સાથે આખી દુનિયાને ખબર હતી કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો છે ત્યાં સુધી તાલિબાનનું રાજ આવવું મુશ્કેલ છે. પરંતુ આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનથી 31 ઓગસ્ટ સુધીમાં પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવવાની જાહેરાત કરી દીધી. ત્યારબાદ તો તાલિબાનીઓનો જુસ્સો બુલંદ થવા લાગ્યો. જો કે ટ્રમ્પ સરકારે આ અગાઉ ફેબ્રુઆરી 2020માં દોહા ડીલ સમયે તાલિબાન સાથે સમજૂતિ કરી લીધી હતી.પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે આખરે જે અફઘાનિસ્તાન સૈનિકોને અમેરિકાએ આટલી ટ્રેનિંગ આપી તેઓ આટલી જલદી કેમ હાર સ્વીકારી ગયા. તેના અનેક કારણ છે.
અફઘાન સૈનિકોએ મન વગર લડાઈ લડી
મીડિયા રિપોર્ટ્સ મુજબ અફઘાનિસ્તાનના ભ્રષ્ટ નેતાઓ અને સરકાર માટે લડવા માટે ત્યાં સૈનિકો વચ્ચે કોઈ પ્રેરણા નહતી.જવાનોને યોગ્ય રીતે ભોજન પણ મળતું નહતું.