મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક બાળકે ઝઘડામાં પોતાની માતાની હત્યા કરી હતી.મુલુંડમાં,22 વર્ષીય વ્યક્તિએ તેની પોતાની માતાની હત્યા કરી હતી અને ત્યાર બાદ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.મૃતકની ઓળખ 46 વર્ષીય છાયા મહેશ પંચાલ તરીકે થઈ હતી,જેની હત્યા તેના 22 વર્ષના પુત્ર જય દ્વારા કરવામાં આવી હતી.પંચાલ પરિવાર મુલુંડના વર્ધમાન નગરમાં રહે છે.મુલુંડ પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી એક તેના ઘરેથી લોહી વહી રહ્યું છે.
આ સમયે મુલુંડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.જ્યારે તેમણે ઘર ખોલ્યું તો તેમને લોહીના ખાબોચિયામાં લાશ મળી હતી.પોલીસને ગુજરાતીમાં એક પત્ર પણ મળી આવ્યો હતો,જે છાયાના પુત્ર જય દ્વારા લખવામાં આવ્યો હતો,જેમાં તેણે તેની માતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.ત્યારબાદ તેણે મુલુંડ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જો કે,તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે.છાયાના પતિએ પોલીસને જણાવ્યું છે કે “માતા-પુત્ર બંને સંપત્તિને લઈને હતાશ છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.”


