NCPના નેતા નવાબ મલિકે મુસ્લિમોને શિક્ષણમાં 5 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી
એજન્સી, મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે શિક્ષણમાં મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત અંગે જણાવ્યું છે કે, આ મુદ્દો હજુ મારી સમક્ષ આવ્યો નથી. ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એનસીપીના નેતા નવાબ મલિકના નિવેદન બાદ સામે આવ્યું છે.
મહારાષ્ટ્રના લઘુમતિ બાબતોના મંત્રી નવાબ મલિકે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાનોમાં પાંચ ટકા અનામત આપવાનું નક્કી કરશે અને આ પ્રક્રિયા કાયદાકીય રીતે કરવામાં આવશે.
નવાબ મલિકના આ નિવદેન અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે, મુસ્લિમોને પાંચ ટકા અનમાત આપવાનો મુદ્દો હાલ સત્તાવાર રીતે મારી સમક્ષ આવ્યો નથી. અમે તેના પર પોતાનું વલણ નક્કી કર્યું નથી.