ઇજિપ્તના સૌથી જુનાં શહેર હેરાકિલયનમાં લગભગ રર૦૦ વર્ષ જુનું મંદિર મળ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ એક ગ્રીક મંદિર છે. સમુદ્રના ઉંડાણમાં આ મંદિર ઘણું પથરાયેલું છે. મંદિરમાં માટીના વાસણ અને જુદા જુદા પ્રકારના ઘરેણાં પણ મળ્યા છે. આ મંદિરની શોધ ઇજિપ્ત અન યુરોપના પુરાતત્વવિદોએ સાથે મળી કરી છે. પુરાતત્વવિદોના અકિલા અનુસાર મંદિર જે ઉતરી ભાગમાં મળ્યું છે એને ઇજિપ્તનો એટલાન્ટિસ કહેવામાં આવે છે. ઇજિપ્ત ભલે આજે એક મુસ્લિમ દેશ છે આજથી હજારો વર્ષ પહેલા તેની ઓળખ મંદિરોના દેશની હતી. મંદિરની અંદર તાંબાના સિકકા અને જવેલરી પણ છે. પુરાતત્વવિદોના અનુસાર લગભગ હજાર વર્ષ પહેલા આ મંદિર સમુદ્રમાં ડૂબી ગયું હતુ. આ મંદિરની રચના ત્રીજી અને ચોથી શતાબ્દીની છે. મંદિરની સાથે ડૂબેલી નાવમાંથી તાંબાના સિકકા રાજા કલાડિયસ ટોમ બીજાના કાર્યકાળના છે. હેરાકિલયનને મંદિરોનું શહેર કહેવામાં આવતુ હતુ. આની શોધ કરનાર પુરાતત્વવિદોની ટીમને સમુદ્રમાંથી હજારો વર્ષ જુના જહાજ પણ મળ્યા છે. આમાં હથિયાર, કોંકરી, સિકકા અને જવેલરીથી ભરેલા વાસણો મળ્યા છે. આ બધું ચોથી શતાબ્દીનું છે. ઇતિહાસકારોના અનુસાર હેરાકિલયન મંદિરોનું શહેર કહેવામાં આવતુ હતુ. પણ પછીના વર્ષોમાં આવનારી સુનામીને કારણે શહેર પૂર્ણ રીતે તબાહ થઇ ગયુ હતુ. રાજા કલાડિયસ ટોમ બીજાના રાજમાં આ શહેર પોતાના ચરમ ઉત્કર્ષ પણ હતુ. એમણે આ શહેરને સારી રીતે આબાદ કર્યુ હતુ. હજારો વર્ષ પહેલા આ શહેરને ઇજિપ્તની વ્યાપારિક રાજધાની માનવામાં આવતી હતી. હવે આ શહેર અબૂ-કિર ખાઙીના નામથી જાણીતું છે.


