દિલ્હી, તા., ૧૪: ભારતમાં કોરોનાના સંકટ વચ્ચે મુસ્લીમોને નિશાન બનાવવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.આ બધા વચ્ચે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની કોર ટીમના સભ્ય રામ માધવે કેટલાક મુસ્લીમ બુધ્ધિ જીવીઓ સાથે બેઠક કરી હતી. રામ માધવ પુર્વોતર અને કાશ્મીરના મામલે પ્રધાન મંત્રીના ખુબ જ નજીકના સલાહકાર છે.આ બેઠક પ્રધાનમંત્રીના કહેવા પર બોલાવવામાં આવ્યાનું બેઠકમાં જોડાયેલા એક અગ્રણીએ જણાવ્યુ઼ હતું.રવિવારે બોલાવવામાં આવેલી બેઠકમાં પુર્વ વિદેશ રાજય મંત્રી એમ.જે.અકબર અને પુર્વ નાગરીક ઉડયન મંત્રી જયંત સિન્હા મોજુદ હતા.
આ બેઠકમાં મુસ્લીમ પક્ષના મોટાભાગના લોકો ચુપ રહયા હતા પરંતુ કેટલાક લોકોએ સીધા શબ્દોમાં કહયું હતું કે મુસલમાનોની વફાદારી ઉપર વારંવાર ઉઠાવવામાં આવતા પ્રશ્નો અને કોરોનાની બીમારી ફેલાવવા માટે તેમને જવાબદાર ઠેરવવાનું યોગ્ય નથી.ફેબ્રુઆરીના દિલ્હી દંગાઓનું ઠીકરૃં મુસ્લીમોના માથે ફોડવાની ચેષ્ઠા અને થઇ રહેલી ધરપકડોનો મામલો પણ ઉઠયો.પ્રજાતંત્રમાં બહુ સંખ્યકોની જવાબદારી વધુ હોય છે.બેઠકમાં દિલ્હીના પુર્વ લેફટેનન્ટ ગર્વનર નજીબ જંગ,અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તારીક મન્સુર,કાશ્મીર વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર તલત અહેમદ,ઇન્ડીયા ઇસ્લામીક સેન્ટરના સીરાજુદીન કુરેશી,પટના હાઇકોર્ટના પુર્વ ન્યાયધીશ જસ્ટીસ ઇકબાલ અંસારી,ઉર્દુ દૈનિક ઇન્કલાબના સંપાદક સકીલ હસન શમશી સહીતના સામેલ થયા.