નવી દિલ્હી,
સેબીએ કહ્યું છે કે મૂડીબજાર અને ડેટ માર્કેટને સર્વિસ પ્રોવાઈડ કરતી એન્ટિટી લોકડાઉન દરમિયાન પણ તેમની કામગીરી ચાલુ રાખશે.લોકડાઉન વધુ બે સપ્તાહ માટે લંબાવાતા સેબીએ આ સ્પષ્ટતા કરી હતી. સરકારે શુક્રવારે લિમિટેડ લોકડાઉનની જાહેરાત કરી હતી જે અંતર્ગત વિમાન સેવા, રેલ સેવા 17 મે સુધી બંધ રહેશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિ ચાલુ રહેશે. સેબીએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ સેબીની કામગીરી, મૂડીબજાર અને ડેટ માર્કેટની તમામ સર્વિસીઝ ચાલુ રહેશે. તેમને પણ લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. 4 મેથી 17 સુધી આ મુક્તિ લાગુ રહેશે.


