મૅગ્નમ સ્ટીલ કંપનીના બૅન્ક-લોન ચીટિ‍ંગમાં EDએ મુંબઈ અને પુણેમાં કરોડોની સંપત્તિ જપ્ત કરી

HM News
2 Min Read

– મૅગ્નમ સ્ટીલ કંપનીના ગુજરાતી પાર્ટનર સહિત પરિવાર સામે થઈ કાર્યવાહી

મુંબઈ, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા શુક્રવારે મુંબઈ અને પુણેમાં બૅન્ક-લોન ચીટિંગના મામલામાં કાર્યવાહી કરીને ગુજરાતી પરિવારની મુંબઈ,પનવેલ,રાયગડ અને રત્નાગિરિમાં આવેલી ૬.૬૯ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી જપ્ત કરવાની સાથે પુણેમાં યોગ્યતા ન હોવા છતાં એક સહકારી બૅન્કમાંથી કરોડો રૂપિયાની લોન લેનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈડીએ શુક્રવારે બૅન્કની સાથે ચીટિંગ કરવાના મામલામાં મુંબઈ,પનવેલ,પુણે,રાયગડ અને રત્નાગિરિમાં આવેલી ૬.૬૯ કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી હતી.બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે લોન આપનારી પિંપરી-ચિંચવડમાં આવેલી સેવા વિકાસ બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ અમર મૂલચંદાનીનાં સ્થળોએ પણ ઈડીએ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ઈડીએ આપેલી માહિતી મુજબ મૅગ્નમ સ્ટીલ કંપનીના પાર્ટનર કૃણાલ ગાંધી અને તેમના પરિવારની માલિકીની ૬.૬૯ કરોડ રૂપિયાની આઠ મિલકત જપ્ત કરવામાં આવી છે.બૅન્કમાંથી લોન લીધા બાદ પેમેન્ટ ન કરવા બદલ ઈડીએ મની લૉન્ડરિંગના કાયદા મુજબ કાર્યવાહી કરી હતી.

ઈડીની માહિતી મુજબ કૃણાલ કિશોર ગાંધી અને કિશોર કાંતિલાલ ગાંધી મૅગ્નમ સ્ટીલમાં પાર્ટનર છે.તેમણે બૅન્કમાંથી લીધેલી લોનની રકમ બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ત્રણ મિલકત ખરીદી હતી.એમાં તેમણે મુંબઈમાં અંધેરી ખાતે દુકાન-કમ-ઑફિસ, પનવેલમાં એક ફ્લૅટ તેમ જ રત્નાગિરિમાં ખેતીની જમીન તથા પુણેમાં ૫.૨૪ કરોડ રૂપિયાની મિલકત ખરીદી હતી.આથી ઈડીએ આ તમામ સ્થળોએ દરોડા પાડીને પ્રૉપર્ટી જપ્ત કરી હતી.

પિંપરી-ચિંચવડમાં આવેલી સેવા વિકાસ સહકારી બૅન્કના સંચાલકોએ ૧૨૪ બોગસ લોનના પ્રસ્તાવ રજૂ કરીને અંદાજે ૪૩૦ કરોડ રૂપિયાની લોન યોગ્યતા ન હોય એવા લોકોને આપી હોવાનો આરોપ છે.સંચાલકોના આવા નિર્ણયથી બૅન્કને મોટું નુકસાન થયું છે.આ મામલે સહકાર વિભાગના જૉઇન્ટ કમિશનર રાજેશ જાધવરે ૨૦૨૦માં બૅન્ક દ્વારા આપવામાં આવેલી લોનનું ઑડિટ કર્યું હતું.ઑડિટમાં આ કૌભાંડ કરાયું હોવાનું જણાતાં ઈડીએ આ મામલામાં બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ અમર મૂલચંદાનીની સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *