By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મેકિસકોની લાડી અને ભારતનો વર, લોકડાઉનમાં લગ્ન માટે રાતે ખુલી કોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મેકિસકોની લાડી અને ભારતનો વર, લોકડાઉનમાં લગ્ન માટે રાતે ખુલી કોર્ટ
GeneralNational

મેકિસકોની લાડી અને ભારતનો વર, લોકડાઉનમાં લગ્ન માટે રાતે ખુલી કોર્ટ

HM News
Last updated: 15/04/2020 12:24 PM
HM News
5 years ago
Share
SHARE

રોહતક/હરિયાણા, તા.15 એપ્રિલ 2020, બુધવાર

ભારતીય યુવાન સાથે ઓનલાઈન ચેટિંગ બાદ પ્રેમમાં પડેલી મેક્સિકન યુવતીના લોકડાઉન વચ્ચે લગ્ન કરાવવા માટે અડધી રાતે કોર્ટ ખોલવામાં આવી હતી.

આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. હરિયાણાના રોહતકમાં રહેતા નિરંજન કશ્પની ત્રણ વર્ષ પહેલા ઓનલાઈન સ્પેનિશ લેન્ગવેજ કોર્સ શીખતી વખતે મેક્સિકોની યુવતી ડાના ઓલિવેરોઝ ક્રુઝ સાથે દોસ્તી થઈ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ.

નિરંજન અને ડાનાએ આ દરમિયાન એક બીજાના પરિવારની મુલાકાત પણ લીધી હતી. બંનેના લગ્નમાં નાગરિકતાનો મુદ્દો અડચણ રુપ બની રહ્યો હતો. આ માટે નિરંજને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એક એપ્લિકેશન પણ કરી હતી. મેજિસ્ટ્રેટે લોકડાઉન પહેલા લગ્ન માટે એક જાહેર નોટિસ બહાર પાડી હતી.

એ પછી ડાના લગ્ન કરવા પોતાની માતા સાથે ભારત આવી હતી.એ પછી લોકડાઉન લાગુ થતા તેમના લગ્ન અટવાઈ ગયા હતા. બીજી તરફ ડાનાની માતાને 24 એપ્રિલે મેકિસકો પાછુ જવાનુ હતુ. જિલ્લા મેજિસ્ટ્રેટને આ વાતની ખબર પડતા આખરે ગઈકાલે રાતે 8 વાગ્યે કોર્ટ ખોલાવીને તેમના લગ્નની વિધિ પૂરી કરાવડાવી હતી. મેરેજ માટે બંને પક્ષ તરફથી બે-બે સાક્ષી હાજર રહ્યા હતા.

જોકે ડાનાની માતા પણ લોકડાઉનના પગલે 5 મેના રોજ મેક્સિકો રવાના થશે.

ઉદ્યોગપતિનું અપહરણ કરી ૫૦ લાખની ખંડણી લેનાર ૬ની ધરપકડ
GOOD NEWS ! જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે દેશ
નવી-પારડી ખાતે વિદ્યામંગલ નિવાસી શાળામાંથી ગુમ થનાર બાળકને કામરેજ પોલીસે શોધી કાઢ્યો
લોકડાઉનની હકારાત્મક-નકારાત્મક અસર અંગે સર્વે : ૪૭ ટકા લોકો અત્યંત આશાવાદી
બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર હોર્ડિંગ અને બોર્ડ ઉડ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગ્રાહકોની ટિકિટ બૂકિંગના 8000 કરોડ પાછા આપવામાં એરલાઈન્સના ઠાગાઠૈયા
Next Article ટ્ર્મ્પના WHOનું ફન્ડિંગ રોકવાના નિર્ણયને બિલ ગેટ્સે ખતરનાક ગણાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up