– હજુ પોતાની ઓફિસમાં જ છુપાઈ રહ્યા છે
– આ ઘટના એવા સમયે બની કે જ્યારે મુ.મં. આંદોલનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા
શિલોંગ, તુરા : મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ ઉપર સોમવારે સાંજે લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.તેમાં ઓછામાં ઓછા ૭ પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઇ હતી.જો કે મુખ્યમંત્રી તે સમયે પોતાની તુરા ઓફિસમાં હતા તેથી સુરક્ષિત છે.
વાસ્તવમાં મેઘાલયમાં લાંબા સમયથી તુરામાં શિયાળુ પાટનગર રાખવા માટે જનતાની માગણી હતી.ગારો પર્વતમાળામાં આવેલા સિવિલ સોસાયટી ગુ્રપ તુરામાં શિયાળુ પાટનગર રાખવા માગણી કરી રહ્યું છે.તેથી કેટલાક ભૂખ હડતાળ ઉપર પણ છે. ૧૪ દિવસ સુધી ચાલી રહેલી આ ભૂખ હડતાલ પછી મુખ્ય મંત્રી કોનરાડ કે. સંગમાએ આ મુદ્દે વાતચીત કરવા આંદોલનકારી જૂથોને બોલાવ્યા હતા.
તુરા સ્થિત મુખ્ય મંત્રી કાર્યાલયમાં સંગમાએ ૩ કલાક સુધી શાંતિપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક હજ્જારોની ભીડે તુરા સ્થિત સીએમઓ ઓફિસ ઉપર પથ્થરબાજી શરૂ કરી દીધી હતી.તેથી બારીઓના કાચ તૂટી ગયા હતા.ભીડ વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુના શેલ છોડયા હતા.તેથી દેખાવકારો વધુ ગુસ્સે થાય અને ભારે પથ્થરબાજી શરૂ કરતાં ૭ પોલીસ ઇજાગ્રસ્ત થયા હતા.પરંતુ મુખ્ય મંત્રી તેઓની ઓફિસમાં સુરક્ષિત હતા.