[weather_data]
Breaking News
TRENDING NEWS

મેટોડા નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ, જાનહાનિ ટળી

[updated_date] [post_views]

Table of Content

ટ્રકમાં માલ ભરતી વખતે શોટ સર્કીટથી લાગેલી આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ પકડી લીધું
રાજકોટ,શાપરવેરાવળ

કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નંબર- ૨ માં આવેલી એવીટા એપ્રિકોડ પ્રા.લી.(એવરેસ્ટ નમકીન) નામની નમકીનની ફેક્ટરીમાં મંગળવારે રાતે ભીષણ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. ટ્રકમાં નમકીનનો માલ ભરાઇ રહ્યો હતો ત્યારે શોટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. આ સમયે ફેક્ટરીમાં ૯૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. સદનસીબે તમામ કર્મચારીઓ અને જે ટ્રકમાં આગ લાગી હતી એ ટ્રક લઇને ડ્રાઇવર બહાર નિકળી જતાં મોટી જાનહાની ટળી હતી. આગને બૂઝાવવા રાજકોટ ઉપરાંત જામનગર, ધોરાજી, જેતપુર, ગોંડલ, જસદણ અને મોરબીના ફાયર ફાયટરની ૧૮ કલાકની મહેનત પછી પણ આગ સંપૂર્ણ કાબૂમાં લઇ શકાઇ નથી. આગમાં મશીનરી, તેલનો જથ્થો અને બીજો લાખો રૂપિયાનો કાચો માલ બચાવી લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles