– જો કે પૂર્વ આઇએએસ ઓફિસરની કંપ્ની નિસા લેઝર લિમિટેડ દેવાદારીની પ્રક્રિયામાં હોવાથી નેશનલ કંપ્ની લો ટ્રિબ્યુનલની મંજૂરી પછી વેચાણ વિધિ પૂર્ણ થશે
ગુજરાતના એકમાત્ર અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડ કરીને હાલ સજા ભોગવી રહેલા ગુજરાત સરકારના નિવૃત્ત આઇએએસ ઓફિસર સંજય ગુપ્તા દ્વારા સંચાલિત સાત કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે.આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે.આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે.
એક્સપ્રેસ ગ્રુપ્ની ત્રણ પ્રીમિયમ હોટલો પૈકી 2 હોટલો વડોદરામાં છે અને એક હોટલ જામનગરમાં છે.આ સોદા સાથે એક્સપ્રેસ ગૃપ્ના રૂમની સંખ્યામાં વધારો થયો છે.આ ગ્રુપ પાસે 376 રૂમ હતા જેમાં બીજા 800 રૂમો ઉમેરાયા છે. કેમ્બેની હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનના નિમરાણા,ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.
નિસા લેઝર લિમિટેડ એ નિસા ગ્રુપ્નો હિસ્સો છે.નિસા ગ્રુપ્ના માલિક વિવાદાસ્પદ પૂર્વ આઇએએસ ઓફિસર સંજય ગુપ્તા છે,જેમણે મેટ્રોરેલના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડો કયર્િ પછી તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. કેમ્બે હોટલ ખરીદનાર ગ્રુપ હવે એસસીએલટી એટલે કે નેશનલ કંપ્ની લો ટ્રિબ્યુલનની મંજૂરીની રાહ જુએ છે.
એક્સપ્રેસ ગ્રુપ્ના માલિક નિરવ ગાંધી કહે છે કે અમે હાલ ગુજરાતની પ્રિમિયમ હોટલ ચેનમાંથી એક છીએ.અમે અમારો હોટલ બિઝનેસ વધારી રહ્યાં છીએ.અમે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ હોટલ વ્યવસાયમાં આગળ વધી રહ્યાં છીએ.નિસા ગ્રુપ અત્યારે દેવાદારીની કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે તેથી એનસીએલટી તેનો નિર્ણય આપે તે પછી આ ગ્રુપ ખરીદી માટે આગળ વધશે.
નિસા ગ્રુપ્ની કેમ્બે હોટલના માલિકા સંજય ગુપ્તા હતા.તેમની સામે 2017માં મની લોન્ડરીંગનો કેસ થયો હતો જેના અનુસંધાને ઇડીએ 2019માં સંજય ગુપ્તાની 36 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.ઇડીએ મેટ્રોલિંગ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદની કંપ્નીના ફંડમાં ગેરરીતિ આચરવા બદલ આ કાર્યવાહી કરી હતી.
સંજય ગુપ્તા એપ્રિલ 2011 થી ઓગષ્ટ 2013 દરમ્યાન મેગા કંપ્નીના ચેરમેન હતા.તેમણે અગાઉ 2002માં સરકારી નોકરી છોડી દીધી હતી અને નિસા ગ્રુપ ઓફ કંપ્નીઝના નામે પોતાનો હોટલ બિઝનેસ શરૂ કર્યો હતો.ઇડીની તપાસમાં ખુલાસો થયો હતો કે 36.12 કરોડ રૂપિયા સંજય ગુપ્તાએ તેમની પત્ની નીલુ ગુપ્તા અને કંપ્ની નિસા લેઝર લિમિટેડ,નિસા ટેકનોલોજીઝ અને નિસા એગ્રીટેક એન્ડ ફુડ્ઝ લિમિટેડના એકાઉન્ટમાં ડાયવર્ટ કયર્િ હતા.
1985 બેચના નિવૃત્ત આઇએએસ અધિકારી એવા સંજય ગુપ્તાએ 2002માં રાજીનામું આપ્યું હતું પરંતુ થોડાં વર્ષો પછી રાજ્ય સરકારે તેમને મેટ્રોરેલમાં મહત્વની જવાબદારી સોંપી હતી.મેટ્રોરેલ પ્રોજેક્ટમાં તેઓ ચેરમેન બન્યાં પછી પાંચ મહિનામાં તેમણે 113 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું.કામગીરી થયા વિના અથવા મટિરીયલ્સ ખરીદ્યા વિના બારોબાર કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.આ કૌભાંડમાં સંજય ગુપ્તા ઉપરાંત પ્રોજેક્ટના સાત પૂર્વ મેનેજરોને પણ આરોપી તરીકે દશર્વિાયા હતા.