અમદાવાદ ધો.૧૨ સાયન્સ પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસમાં ૧૮મીથી ચોથો રાઉન્ડ ઓફલાઈન ધોરણે શરૃ થનાર છે.જેમાં મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી પ્રવેશ અપાશે.આ વર્ષે મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથીમાં ત્રણ રાઉન્ડ બાદ પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે.ત્રણ ઓનલાઈન રાઉન્ડ બાદ મેડિકલમાં ૧૪૯, ડેન્ટલમાં ૪૨૭,આયુર્વેદમાં ૨૩૫,અને હોમિયોપેથીમાં ૪૩૩ બેઠકો ખાલી રહી હતી ત્યારબાદ ડેન્ટલમાં ૨,આયુર્વેદમાં ૧૭ અને હોમિયોપેથીમાં ૩૮ સહિત વધુ ૫૭ વિદ્યાર્થીએ પ્રવેશ રદ કરાવ્યા છે.આમ અગાઉની ખાલી ૧૨૪૪ બેઠકોમાં વધુ ૫૭ બેઠકો ઉમેરાતા હવે ૧૩૦૧ બેઠકો ખાલી છે.જે માટે ૧૮મીથી ચોથો ઓફલાઈન રાઉન્ડ શરૃ કરાશે.હાલ પ્રવેશ સમિતિ દ્વારા ત્રણ દિવસનો કાર્યક્રમ જાહેર કરાયો છે.જેમાં વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે રૃબરૃ બોલાવી પ્રવેશ ફાળવાશે.આ વર્ષે ચાર રાઉન્ડ બાદ પણ ઘણી બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
Tags :
Medical-admission
offline-round