મુંબઈ : પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)સાથે રૃ.૧૩૫૭૮ કરોડની છેતરપિંડીના કેસમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેની પત્ની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ સોમવારે આરોપનામું દાખલ કર્યું છે.ચોક્સીની પત્ની પ્રિતી પ્રદ્યુત્કુમાર કોઠારીનું નામ ધરાવતી હોય એવી એજન્સીની આ ત્રીજી ચાર્જશીટ છે જે વિશેષ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે.ફરિયાદમાં ં ચોક્સી,તેની ત્રણ કંપનીઓ-ગીતાંજલી જેમ્સી લિ.,જીલી ઈન્ડિયા લિ.અને નક્ષત્ર બ્રાન્ડ લિ.ના નામનો પણ સમાવેશ છે.પીએનબીના નિવૃત્ત ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીનું પણ નામ છે.ઈડીના જણાવ્યા મુજબ ગુનામાંથી મળેલી રકમને ધોળી કરવા માટે પતિ માટે કંપનીઓ ઊભી કરવામાં છુપો સહકાર આપ્યો છે.તેને રકમના સ્રોતની જાણ હતી જે ખોટી રીતે અને ગેરકાયદે મેળવવામાં આવી છે.તેણે ગુનાને પ્રોત્સાહન આપ્યું છે આ રીતે ગુનાની રકમને કાળામાંથી ધોળા કરવામાં સંડોવણી હોવાનું અજેન્સીએ જણાવ્યું છે.