[weather_data]
Breaking News
TRENDING NEWS

મે મહીનામાં 11 દિવસ બંધ રહેશે બેન્ક, અહીં જુઓ રાજ્યોની રજાઓની યાદી

[updated_date] [post_views]

Table of Content

આજના જમાનામાં બેન્કના અનેક પ્રકારના કામો ઓનલાઈન થઈ જતા હોય છે.જોકે, તેમ છતાં કેટલાક કામ એવા હોય છે કે, તેના માટે બેન્કમાં જવું પડતું હોય છે.દરેક મહીને બેન્કોમાં કોઈ જાહેર રજા આવતી હોય છે તો આવો જોઈએ કે આગામી મે મહીનામાં બેન્કોમાં કયા કયા દિવસે રજા રહેશે..

મે 2023માં અલગ-અલગ ઝોનમાં બેન્કો કુલ 11 દિવસ બંધ રહેશે.તેમા બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.મે મહીનામાં મહારાષ્ટ્ર દિવસ,બુદ્ધ પૂર્ણિમા, રવિન્દ્રનાથ ટાગોર જયંતિ અને મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે અલગ-અલગ રાજ્યોની બેન્કોમા કામકાજ બંધ રહેશે.બીજા અને ચોથા શનિવારે પણ રજા રહેશે.ભારતની કેન્દ્રીય બેન્ક આરબીઆઈના કેલેન્ડર અનુસાર આ વર્ષમાં મે મહીનામાં બેન્કમાં સાપ્તાહિક રજાને બાદ કરતા કુલ પાંચ દિવસની રજા રહેશે.

આવો નજર નાખીએ રજાઓની યાદી પર

એક મે(સોમવાર): મહારાષ્ટ્ર દિવસ/ May Day નિમિત્તે કર્ણાટક,મહારાષ્ટ્ર,તમિળનાડુ,આસામ,આંધ્રપ્રદેશ,તેલંગણા,કરળ,બંગાળ,ગોવા અને બિહારમાં બેન્કો બંધ રહેશે.
પાંચ મે (શુક્રવાર): બુધ્ધ પૂર્ણિમાના અવસર પર ત્રિપુરા,મિઝોરમ,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,છત્તીસગઢ,ઉત્તરાખંડ,જમ્મૂ,ઉત્તર પ્રદેશ,બંગાળ,નવી દિલ્હી,છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં બેન્કો બંધ રહેશે.
નવ મે (મંગળવાર): રવીન્દ્રનાથ ટાગોર જયંતિના અવસર પર બંગાળમાં બેન્કો બંધ રહેશે.
16 મે (મંગળવાર): સ્ટેટ ડેના અવસર પર સિક્કિમમાં બેન્ક બંધ રહેશે.
22 મે(સોમવાર): મહારાણા પ્રતાપ જયંતિના અવસર પર હિમાચલ ઝોનમાં બેન્ક બંધ રહેશે.

આ તારીખોમાં પણ બેન્કોમાં કામકાજ નહીં થાય

સાત મે રવિવાર છે અને તેથી તે દિવસે દેશભરમાં બેન્કોમાં રજા રહે છે. 13 મે બીજા શનિવાર હોવાથી બેન્કોમાં કામકાજ બંધ રહેશે. 14 મેના રોજ રવિવારની રજા રહેશે. 21 મેના રોજ રવિવારની રજા રહેશે. 27મેના રોજ ચોથો શનિવાર અને 28મેના રોજ રવિવાર હોવાથી બેન્કોમાં કામકાજ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles