મૈકસિકોના એક ઉપનગરમાં ગોળીઓથી ફાયરીંગ કરીને આઠ લોકોને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે.આ ઘટનાથી પશ્વિમી મૈકસિકોમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો.એવુ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ડ્રગ માફીયાઓ વચ્ચે અવાર-નવાર આવી હિંસક ઘટના બનતી હોય છે.તેથી મૈકસિકોના લોકોમાં ડ્રગ માફીયાઓ સામે આક્રોશ પણ જોવા મળે છે.
મિચોઆકેનના રાજ્યના ફરિયાદી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુરૂવારના દિવસે અગુઇલા ઉપનગરમાં આઠ લાશો મળી હતી અને આ તમામ પુરુષોની હતી.એક સાથે આઠ લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.ડ્રગ માફિયાની ઝડપમાં આઠ લાશોના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યાં છે.કયાં કારણોસર માથા અલગ કરી દેવામાં આવ્યાં તેની પ્રાથમિક તપાસ ચાલી રહી છે.આ અંગે હાલ અભિયોજન ઓફિસ દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં તેની જાણકારી ત્યાંના સ્થાનિક મીડિયાએ આપી.આ વિસ્તારમાં ડ્રગ માફીયા ગેંગ વચ્ચે હિંસક બનાવો બનતા જ રહે છે.ડ્રગ માફીયાઓની જાલિસ્કો ગેંગ અને યુનાઇટેડ કાર્ટેલ્સ વચ્ચે ઘણીવાર હિંસક અથડામણ પણ થતી હોય છે.આ વખતે ઝડપમાં ગોળીઓ ચલાવવામાં આવી અને બહેરેમી પૂર્વક આઠ લોકોના માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં.આ વીશે ફરિયાદી વિભાગે આ અંગે કહ્યું હતું કે તામ લાશોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને કયાં કારણોસર હિંસા થઇ છે તેની તપાસ ચાલી રહી છે.


