By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મૉલના સિક્યૉરિટી ગાર્ડ‍્સની સમયસર કાર્યવાહીથી હીરાનંદાનીનો હાઇકો મૉલ મોટા નુકસાનમાંથી બચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મૉલના સિક્યૉરિટી ગાર્ડ‍્સની સમયસર કાર્યવાહીથી હીરાનંદાનીનો હાઇકો મૉલ મોટા નુકસાનમાંથી બચ્યો
GeneralMumbai

મૉલના સિક્યૉરિટી ગાર્ડ‍્સની સમયસર કાર્યવાહીથી હીરાનંદાનીનો હાઇકો મૉલ મોટા નુકસાનમાંથી બચ્યો

HM News
Last updated: 08/07/2022 5:41 AM
HM News
3 years ago
Share
SHARE

આગમાં કોઈ જાનહાનિ થઈ નહીં,પણ લાખો રૂપિયાની માલમતાને નુકસાન થયું:જોકે હાઇકો સુપરમાર્કેટ અને વેસ્ટસાઇડ જેવા અનેક શોરૂમ ગઈ કાલે બંધ રહ્યા પવઈના હીરાનંદાનીમાં આવેલા હાઇકો મૉલની ત્રીજા માળની ઑફિસમાં ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યે શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી.જોકે આ મૉલના સિક્યૉરિટી ગાર્ડ‍્સ રાકેશ દુબે, અનંત નાગ અને અજય મ્હાત્રેએ સમયસર તેમણે લીધેલી આગ ઓલવવાની ટ્રેઇનિંગનો ઉપયોગ કરતાં મૉલના ફક્ત ઉપરના ભાગને જ નુકસાન થયું હતું.

આમ છતાં આ મૉલમાં આવેલી હાઇકો સુપરમાર્કેટ, વેસ્ટસાઇડ જેવા અનેક શોરૂમ ગઈ કાલે બંધ રહ્યા હતા.આ આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ લાખો રૂપિયાની માલમતાને નુકસાન પહોંચ્યું હતું.આગ બાબતની માહિતી આપતાં આ મૉલના જ પરિસરમાં આવેલી એક થ્રી-સ્ટાર હોટેલના સિક્યૉરિટી ગાર્ડે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘ગઈ કાલે સવારે પાંચ વાગ્યાની આસપાસ ત્રીજા માળની ઑફિસમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી.જોકે મૉલના સિક્યૉરિટી ગાર્ડ‍્સ તરત જ સાવધાન થઈ ચૂક્યા હતા.

તેમની સાથે અમારી હોટેલની સિક્યૉરિટી અને અન્ય સિક્યૉરિટી પણ આગ ઓલવવા માટે સક્રિય બની ગઈ હતી.તેમણે તરત જ ફાયર ફાઇટિંગ સિસ્ટમની મદદથી આગ ઓલવવાની શરૂઆત કરી દીધી હતી.અમારી હોટેલમાંથી તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીને આગની જાણકારી આપવામાં આવી હતી.નજીકની વિક્રોલી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ પવનને લીધે આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું.એને કારણે ફાયર બ્રિગેડે આવીને બે કલાકની ભારે જહેમત પછી આગને કન્ટ્રોલમાં લીધી હતી.ત્રીજા માળે લાગેલી આગને કારણે આસપાસના શોરૂમને પણ નુકસાન થયું છે.’

હવે કોંગી ધારાસભ્યો પર ‘આપ’નું નિશાન ! કેજરીવાલની અંબરીશ ડેર સાથે વાતચીત
કોરોના ફેલાવવા બદલ અમેરિકાની કંપનીનો ચીન પર 20 અરબ ડોલરનો દાવો
જો બાઇડેને ભારતીય મૂળના ડો. આરતી પ્રભાકરની વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પસંદગી કરી
ચીન મને ચૂંટણીમાં હરાવવા માટે કંઈપણ કરી શકે છે: ટ્રમ્પ
યે કૌન ચિત્રકાર હૈ, જાણો, ચીનના આ ઉજ્જડ ગામને કોઇએ નહી ખુદ કુદરતે જ ખોળે લઇને સુંદર બનાવ્યું,
Share This Article
Facebook Email Print
Previous Article ભારતે સીમાવિવાદ જલદી ઉકેલવા ચીનને જણાવ્યું
Next Article કામચલાઉ રિપેરિંગ બાદ હવે ડામરીકરણ થતાં હાઇવેનો રસ્તો થઈ ગયો એકદમ ઓકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up