ભારતના ગ્રાહકો જે રીતે ખરીદી કરી રહ્યા છે તે સ્પષ્ટ જણાવે છે ,કે આવશ્યક કે જરૂરી ચીજોમાં માત્ર જરૂરીયાત પુરતીજ ખરીદી છે જયારે લક્ઝરી ગુડ્સ માટે લોકો બુકિંગ કરાવી રાહ જોવા પણ તૈયાર છે. કોરોનાની મહામારી દેશ અને દુનિયમાં ત્રાટકી ત્યારે ભારતમાં વિશ્વના સૌથી કડક કહી શકાય એવા લોકડાઉનનો અમલ કરાવવામાં આવ્યો હતો.લોકડાઉન અને એ પછી લગભગ 6 મહિના સુધી ચાલેલા સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોને લીધે રોજગારીનું સર્જન કરતા હોટેલ,રેસ્ટોરન્ટ,સિનેમા હોલ્સ,ટુર ઓપરેટર,ટુરિસ્ટ ગાઈડ,વિમાની સેવાઓ જેવા ઉદ્યોગો પડી ભાંગ્યા છે.અહી રોજગારી બંધ થઇ ગઈ છે અથવા તો ઓછા લોકોથી કામ ચાલુ છે.
બીજા તબક્કાની પણ વધારે જોખમી એવી કોવીડ લહેર બાદ દેશનું અર્થતંત્ર ફરીથી પાટે ચડી રહ્યું છે પણ ગ્રાહકો ખરીદી કરવા માટે બહાર નથી આવી રહ્યા.દેશના ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) જેવા કે સાબુ,શેમ્પૂ,ડીટરજન્ટ,ચા,કોફી,ઠંડા પીણાંની ખરીદી ઉપર મોટી અસર જોવા મળી રહી છે.આ અસર લક્ઝરી ચીજો કાર,આઈફોન કે મોબાઈલ ફોનમાં જોવા મળી રહી નથી.એટલે એમ ચોક્કસ કહી શકાય કે દેશમાં લોકો હજુ પણ માત્ર આવશ્યક ચીજોની ખરીદી કરી રહ્યા છે,જરૂર હોય એટલી જ ખરીદી કરી રહ્યા છે.
ફેબ્રુઆરીમાં દેશમાં ગ્રાહકો પરત ફર્યા
બિઝોમ દ્વારા દેશમાં FMCG ખરીદી ઉપર ટ્રેન્ડની ડર મહીને જાહેરાત કરવામાં આવે છે.બિઝોમ દેશની ૭૫ લાખ દુકાનો સાથે ગુજરાતમાં ત્રણ લાખ જેટલા સ્ટોર્સમાંથી ડેટા એકત્ર કરી આ માહિતી આપે છે. બિઝોમના આ અહેવાલ અનુસાર નવેમ્બરથીફેબ્રુઆરીના ચાર મહિનામાં દેશમાં બે મહિના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.જાન્યુઆરીમાં ૧૦ ટકાના ઘટાડા બાદ ફેબ્રુઆરીમાં વેચાણ૧૬.૯ ટકા વધ્યું હોવાનું બહાર આવ્યું છે.જોકે,કિરાણા સ્ટોરની સંખ્યામાં સતત બીજા મહીને ઘટાડો જોવા મળ્યો છે.
નવેમ્બર
ડિસેમ્બર
જાન્યુઆરી
ફેબ્રુઆરી
ગુજરાત વૃદ્ધિ ટકામાં
વેચાણ
-૧૫.૯
-૭.૬
-૧૫.૬
-૨.૭
દુકાનો
-૧૫.૬
૧૩.૭
-૭.૮
-૧.૨
ભારત દેશ વૃદ્ધિ ટકામાં
વેચાણ
-૧૪.૪
૨.૩
-૧૦
૧૬.૯
દુકાનો
-૬.૧
૬.૧
-૫.૩
-૧.૧
ગુજરાતમાં સતત ચોથા મહીને વેચાણમાં ઘટાડો
દેશના સૌથી વિકસિત રાજ્ય એવા ગુજરાતમાં જોકે વેચાણ સતત ચોથા મહીને નેગેટીવ આવ્યું છે. રાજ્યમાં એફએમસીજી ચીજોની ખરીદી સતત ઘટેલી જોવા મળી છે. રાજ્યના સૌથી મોટા શહેર અને અર્થતંત્રમાં મહત્તમ હિસ્સો ધરાવતા અમદાવાદમાં વેચાણ છેલ્લા ત્રણ મહિનાથી ઘટી રહ્યું હોવાનું બિઝોમ જણાવે છે. ડિસેમ્બરમાં નેગેટીવ આઠ ટકા બાદ, જાન્યુઆરીમાં નેગેટીવ૩.૮ ટકા અને ફેબ્રુઆરીમાં નેગેટીવ ૯.૫ ટકા વેચાણ વૃદ્ધિ જોવા મળી છે.
બીજી તરફ, સુરત, રાજકોટ અને વડોદરામાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની અસરમાં વેચાણ ઘટ્યું હતું પણ હવે તે ફરીથી વધી ગયું હોવાનું બીઝોમે જણાવ્યું હતું.
ગુજરાતમાં વેચાણ વૃદ્ધિ ટકા
ડિસેમ્બર
જાન્યુઆરી
ફેબ્રુઆરી
અમદાવાદ
-૮
-૩.૮
-૯.૫
સુરત
-૪.૪
-૨.૬
૫.૧
વડોદરા
૬.૬
-૧૦.૯
૨૧.૦
રાજકોટ
૧૫.૧
-૧૩
૩૧.૨