મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે,તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે.આ વચ્ચે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં પ્રતિ કિલોએ 35 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે.જેથી હવે 15 કિલો અમૂલ લુઝ ઘીનો ભાવમાં 2055 રૂપિયા થયો છે.
અમૂલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગુ
એક કિલો લુઝ ઘીમાં રૂ.૩૫નો ભાવ વધારો
૧૫ કિલો ઘીમાં રૂ.૫૨૫નો ભાવ વધારો
લુઝ ઘીના 15 કિલોના ડબ્બામાં ૫૨૫ રૂપિયાનો વધારો થયો છે.આજથી જ ભાવ વધારો લાગૂ કરાયો છે.સાબરડેરીએ આ અંગે પત્ર દ્વારા મંડળીને જાણ કરી છે.નોંધનીય છે કે સતત ભાવવધારાને કારણે લોકોના ઘરનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.