By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોંઘવારી વચ્ચે મહાનગર ગૅસે ફરી ભાવ વધાર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોંઘવારી વચ્ચે મહાનગર ગૅસે ફરી ભાવ વધાર્યા
GeneralMumbai

મોંઘવારી વચ્ચે મહાનગર ગૅસે ફરી ભાવ વધાર્યા

HM News
Last updated: 13/07/2022 5:43 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : સામાન્ય લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે ત્યારે વાહનોમાં વપરાતો સીએનજી અને ઘરોમાં વપરાતો પીએનજી ગૅસ પૂરો પાડતી મહાનગર ગૅસ કંપનીએ ફરી એક વખત ભાવમાં વધારો કર્યો છે.એપ્રિલ મહિનામાં જ ધરખમ વધારો કર્યા બાદ કંપનીએ ગઈ કાલે સીએનજી ગૅસમાં ચાર રૂપિયા પ્રતિ કિલો વધારો કરવાથી ગૅસનો ભાવ ૮૦ રૂપિયા થયો છે,જ્યારે ઘરોમાં વપરાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (પીએનજી)માં ત્રણ રૂપિયાનો વધારો કરવાથી એનો ભાવ ૪૮.૫૦ રૂપિયા થયો છે.

ભાવવધારો ગઈ કાલ રાતથી જ લાગુ કરવામાં આવ્યો હતો.મહાનગર ગૅસ કંપનીએ ગઈ કાલે ભાવવધારા સંબંધિત સર્ક્યુલર જાહેર કર્યો હતો.એમાં દેશમાં ગૅસના વધી રહેલા ભાવને કારણે ગૅસના ઉત્પાદનની કિંમત પર અસર થઈ રહી હોવાથી સીએનજી અને પીએનજી ગૅસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે મહાનગર ગૅસ કંપનીએ ૨૯ એપ્રિલે સીએનજી અને પીએનજી ગૅસના ભાવમાં ૪ રૂપિયાનો વધારો કર્યો હતો.કંપનીએ ફરી ગૅસના ભાવમાં વધારો કરવાથી રસોડાનું બજેટ ખોરવવાની સાથે સીએનજીથી ચાલતા ઑટો રિક્ષા અને ટૅક્સી સહિતના વાહનધારકો પર વધારાનો બોજો
આવી પડશે.

ગેરકાયદે બાંધકામને લીધે એક પણ નિર્દોષનો જીવ જાય એવું ચલાવીશું નહીં
દારૂ પીવાની આદતથી મજબૂર થયેલા સેનાના જવાન પર સરકારે દયા દાખવવી જોઈએ : SC
રશિયાના પ્રેસિડન્ટ પુતિન વિરુદ્ધ મોસ્કોમાં દેખાવો : 500 જેટલા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા : અનેકની ધરપકડ
કોંગ્રેસ પાર્ટીના DNAમાં તમામને બોલવાનો અધિકાર : રાહુલ ગાંધી
અંબાજીમાં થીમપાર્કનું ભૂમિપૂજન થયે છ વર્ષ થયાં : હજુ સુધી પાયો જ નથી નંખાયો!
Share This Article
Facebook Email Print
Previous Article જૈનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કાંદિવલી
Next Article શિવસેના સંજય રાઉતને એકલા પાડવાની વેતરણમાં?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up