By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોંઘવારી હવે અમેરિકનોને પણ નડવા માંડી!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મોંઘવારી હવે અમેરિકનોને પણ નડવા માંડી!
GeneralInternational

મોંઘવારી હવે અમેરિકનોને પણ નડવા માંડી!

HM News
Last updated: 13/01/2022 6:17 AM
HM News
3 years ago
Share
SHARE
  • ફેડ રિઝર્વ મોંઘવારી અંકુશમાં રાખવા વ્યાજદરમાં વધારો કરી શકે

વોશિંગ્ટન : અમેરિકામાં ડિસેમ્બરમાં ફુગાવો વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ વધીને ત્રણ દાયકાની ટોચ સાત ટકાએ પહોંચ્યો છે.ફૂડ,ગેસ,ભાડાં અને અન્ય જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાના લીધે અમેરિકાના કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે.

રોગચાળા પછી આવેલી રિકવરીના લીધે અમેરિકનોએ કાર,ફર્નિચર અને એપ્લાયન્સીસ પાછળના ખર્ચમાં વધારો કરતા ફુગાવામાં આ વધારો નોંધાયો છે.આ ઉપરાંત સેમી કંડક્ટર અને અન્ય પાર્ટ્સની અછતે પણ ભાવવૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ગેસના ભાવમાં પણ વધારો થયો છે.આ ભાવવધારાએ અમેરિકનોને મળેલા પગારવધારાને શોષી લીધો છે.તેમા પણ ખાસ કરીને નીચી આવક જૂથમાં આવતા લોકોને હવે મૂળભૂત કે જરૂરિયાતના ખર્ચા જ પોષાઈ શકે છે.

અમેરિકનોની હાલમાં મુખ્ય ચિંતા કોરોના છે,પણ હવે ધીમે-ધીમે ફુગાવો તેનું સ્થાન લઈ રહ્યો છે.તેના લીધે પ્રેસિડેન્ટ બિડેન અને કોંગ્રેસનલ ડેમોક્રેટ્સ સામે રાજકીય પડકાર સર્જાયો છે.મંગળવારે ચેર જેરોમ પોવેલે કોંગ્રેસને જણાવ્યું હતું કે જો ઊંચા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજના દર વધારવા પડયા તો તેઓ તેના માટે તૈયાર છે.ફેડ રિઝર્વના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે લગભગ શૂન્યની નજીક પહોંચી ગયેલા રેટને વધારી શકે છે.કેટલાય અર્થશાસ્ત્રીઓને લાગે છે કે ફેડ ૨૦૨૨માં ચાર વખત વ્યાજદર વધારી શકે છે.

દરમાં વધારો થવાના લીધે હોમ,ઓટો અને એપ્લાયન્સી તથા બિઝનેસ લોન મોંઘી થશે.તેના લીધે અર્થતંત્ર ધીમુ પડી શકે છે.ફેડ અત્યંત ઝડપથી માસિક બોન્ડ ખરીદીનો કાર્યક્રમ બંધ કરી રહી છે.તેના લીધે લાંબાગાળાના વ્યાજદરમાં ઘટાડો થતાં ઋણ લેવાને અને ખર્ચ કરવાને પ્રોત્સાહન મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે ભીષણ પૂર : આઠનાં મોત
CNNનાં જાણીતા એંકર પત્નીનાં યોગ વીડિયોમાં દેખાયા નગ્ન
1000થી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા
વાપી નગરપાલિકા દ્વારા પાંચ દિવસમાં 50 લાખ મિલકત વેરાની વસુલાત
બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article કુલગામઃ પાકિસ્તાની આતંકવાદી બાબરનો ખાત્મો, જમ્મુ નિવાસી પોલીસકર્મી શહીદ
Next Article ચૂંટણી પહેલાં OBC ક્રીમીલેયરની મર્યાદા વધારો વાર્ષિક 12 લાખ કરવાની તૈયારીઓ ચાલે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up