બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે રહેતા એક પરિવારના ત્રણ ભાઈ પૈકી નાનો ભાઈ સામાન્ય બાબતમાં મિત્રો સાથે ઝગળતા તેનો મોટો ભાઈએ અને મમ્મી છોડાવી નાના ભાઈની ગેરહાજરીમાં મિત્રોને ઠપકો આપતા નાનાભાઈને પરિવારના મોટાભાઈને માર મારી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય ભાઈ બંનેને છોડાવવા જતા નાનાભાઈ તેને પણ ધમકી આપતા નાનાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ મળતી માહિતી અનુસાર મૂળ ચેન્નઈના અને છેલ્લા કેટલાય વર્ષોથી કડોદરા મુકામે માગજી પાર્કમાં લતીફ ભાઈની બિલ્ડિંગમાં રહેતા ફૈઝલ લતીફ ખાન(ઉ.વ.25)તેની માતા સાથે રહી પલમ્બરનું કામ કરી ગુજરાન ચલાવે છે ગત રવિવારના રોજ મોડી રાતે ફૈઝલ ખાનનો નાનાભાઈ ફરદીન ખાન અન્ય દૂનદુન નામના વ્યક્તિ સાથે ઝગળતા ફૈઝલ ખાન અને તેની માતા ગુલઝાર બેન ફરદીનને છોડાવ્યો હતો જે બાદ ફૈઝલ ખાન બહાર ગઈ મોડી રાતે ઘરમાં આવતી વખતે સોસાયટીના નાકે ફરદીનના મિત્રો ઉભા હતા તેઓને ઠપકો આપી શા માટે મારા ભાઈ ને તમારી સાથે રાખો છો એને તમારી સાથે નહિ રાખવાનો એમ કહી ઘરમાં આવી ગયા હતા મોડી રાતે ફરદીન ઘરમાં આવી માતા ગુલઝારબેન અને મોટાભાઈ ફૈઝલને અપશબ્દો કહી તેમાં મિત્રોએ કેમ ખીજવાઓ છો એમ કહી ફૈઝલને ધિક મુકકાનો માર માર્યો હતો જે બાદ ફરદીનનો અન્ય એક મોટો ભાઈ ફિરોઝ અને આસપાસના લોકો દોડી આવી તમામને શાંત પાડ્યા હતા ઉશ્કેરાયેલા ફરદીને ફૈઝલ અને ફિરોઝને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફિરોઝના જણાવ્યા અનુસાર અગાઉ ત્રણ માસ પહેલા ફરદીને તેના પર ચપ્પુ માર્યું હતું પરતું જેતે સમયે પોલીસ ફરિયાદ નહિ કરી હતી ઘટના અંગે ફૈઝલ ખાને નાનાભાઈ ફરદીન વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.


