હુમલો કરનાર પ્રતિક ગોયાણી સામે ફરિયાદ
સુરત, તા.૨૪
સરથાણા વિસ્તારમાં એક યુવકે ડીઆરબી જવાન સાથે ઝપાઝપી કરી ગાળો બોલી લાકડી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે વ્યથા તથા ફરજ પર રૂકાવટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક સર્કલ-૧ ખાતે મોહસીન પઠાણ ટીઆરબી જવાન તરીકે નોકરી કરે છે. મોટાવરાછા ડી માર્ટ વાસ્તુશિલ્પ હાઈટ્સ ખાતે રહેતા પ્રતિક ગોરાણીએ ટીઆરબી જવાન સાથે નજીવી બાબતïમાં ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેની પીઠ તથા આંગળીઓ પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત ડીઆરબી જવાનની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
મોટાવરાછામાં ટ્રાફિક બ્રિગેડના જવાન પર લાકડી વડે હુમલો
Leave a Comment