બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નવાપરા મોટાબોરસરા ખાતે આવેલ એક કંપનીમાં કામ કરતાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.મૃતક યુવાન આર.પે.ફ્રુટસ કંપની(પાર્લેજી) કંપનીમાં કામ કરતો હતો અને કંપનીના રૂમ નં-16 માં રહેતો રોહિત સિંગ રામરાજ સિંગ(મૂળ,રહે-સુંદરપુરા થાના જી.બિંદા એમ.પી)નો વતની હતો.તે રૂમમાં એકલો હોય તેણે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ અગમ્ય કારણસર પંખા સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગે અનવર અંસારી એ કોસંબા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.