અમદાવાદ જિલ્લાના સાણંદમાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.નાના ભાઈએ કોઈ કામ કરતો નહતો.આને કારણે તેના મોટા ભાઈએ મિત્રો સાથે મળીને તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઝાડીમાં ફેંકી દીધો હતો.ઘટનાના બીજા દિવસે પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો.સાણંદ પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ વિજય પરમાર તરીકે થઈ છે.પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે તેની હત્યા તેના મોટા ભાઈ સંજય પરમારે કરી હતી.
મળતી માહિતી મુજબ,આ ઘટના સાણંદ તહસીલના વાસણા ગામની છે.આરોપી સંજય પરમારે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેનો નાનો ભાઈ વિજય પરમાર કોઇ કામ કરતો ન હતો.તે અવારનવાર ઘરેથી પૈસા લઇ જતો અને પરિવાર સાથે ઝઘડો કરતો.જે દિવસે તેની હત્યા કરવામાં આવી તે દિવસે જ તે ઘરે ઝઘડો કર્યો હતો.
આરોપી મોટા ભાઈ સંજયે ખુલાસો કર્યો કે તેણે તેના મિત્ર સંજુ રાય સાથે મળીને નાના ભાઈને પથ્થર વડે માર માર્યો હતો ત્યારબાદ લાશને ઝાડીમાં ફેંકી હતી.પોલીસે જણાવ્યું હતું કે,હત્યામાં સામેલ એક મિત્ર સંજુ રાયની પણ આરોપી મોટા ભાઈના ઘટસ્ફોટ બાદ ધરપકડ કરવામાં આવી છે.હાલ આ બંને સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.