મોટા વરાછાના રત્નકલાકારને મદદના બહાને મિત્રએ ખેલ કર્યો હતો: હનીટ્રેપમાં ફસાવી રૂ. 1.50 લાખ પડાવનાર બે હોમગાર્ડ સહિત પાંચ પકડાયા

HM News
2 Min Read

સુરત : મોટા વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ કરવાના નામે રૂ.1.50 લાખ પડાવી લેનાર માસ્ટર માઇન્ડ એવા રત્નકલાકારના મિત્ર અને બે હોમગાર્ડ સહિત પાંચને ઝડપી પાડયા છે.જે પૈકી બે હોમગાર્ડના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.મોટા વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરેશ સવાણી (ઉ.વ.48 નામ બદલ્યું છે)પર એકાદ વર્ષ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે રામધરીથી પૂનમ બોલું છું એમ કહી પરેશ સાથે મિત્રતા કેળવી સુરત આવવાની છે ત્યારે મળીશું એમ કહી અમરોલીના ગુ.હા.

બોર્ડ સ્થિત બિલેશ્વર ફરસાણ નજીકના મકાનમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.50 લાખ પડાવ્યા હતા.આ ગુનામાં પૂનમ તરીકે ઓળખ આપી વાત કરનાર વિલાસ બિપીન પુરાણી(રહે.અમરગઢ,તા.સિહોર, જિ.ભાવનગર)ની ધરપકડ કરી હતી.જયારે હનીટ્રેપનો માસ્ટર માઇન્ડ પરેશને મદદ કરવા આવનાર તેનો મિત્ર બોઘા રબારી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે બોઘા રતના રબારી(ઉ.વ.43 રહે.વૃંદાવન સોસાટટી,કતારગામ),રત્નકલાકાર જીગ્નેશ મથુર ચૌહાણ(ઉ.વ.23 રહે.સરવેરી,તા.સિહોર,ભાવનગર),હરીશ ભુપત રાઠોડ(ઉ.વ.34 રહે.સુરકા,તા.સિહોર,ભાવનગર)અને પોલીસના સ્વાંગમાં કેસ કરવાની ધમકી આપનાર વરાછા પોલીસના હોમગાર્ડ કલ્પેશ મનસુખ ચૌહાણ(ઉ.વ.25 રહે.મધુવન સોસાયટી,કાપોદ્રા)અને સરથાણા પોલીસના હોમગાર્ડ યુવરાજસિંહ અભેસિંહ પરમાર (ઉ.વ.24 રહે.શંકરનગર સોસાયટી,પુણા)ની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે બોઘાએ હરેશની પત્નીની પરિચીત વિલાસ સાથે મળી પરેશને ફસાવ્યો હતો.પરેશે મદદ માટે બોઘાને ફોન કરતા તેણે પોલીસ સાથે સમાધાનના નામે રૂ.1.50 લાખ પડાવી જીગ્નેશ,હરેશ, કલ્પેશ અને યુવરાજસિંહે સરખે હિસ્સે વહેંચી લીધા હતા.પરંતુ વિલાસને રૂપિયા નહીં આપતા તેણે પરેશ પાસે ઉઘરાણી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *