વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે.વડાપ્રધાન મોદીએ બેન્જામિન નેતન્યાહૂને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.ત્યારે વડાપ્રધાન મોદીના આમંત્રણને માન આપીને નેતન્યાહૂ ટૂંક સમયમાં જ ભારતની મુલાકાતે આવી શકે છે.વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને છઠ્ઠી વખત ઇઝરાયેલના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા સાથે જ તેમના સફળ કાર્યકાળ માટે પ્રાર્થના કરી.
PM મોદીએ ટ્વિટ કરી કહ્યું કે- મારા સારા મિત્ર ઇઝરાયેલાના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને સારું લાગ્યું.તેમને તેમની પ્રભાવશાળી ચૂંટણી જીત અને રેકોર્ડ છઠ્ઠી વખત વડાપ્રધાન બનવા માટે શુભેચ્છા આપી.ખુશી છે કે આપણી પાસે ભારત-ઇઝરાયેલ રણનીતિક ભાગીદારીને એક સાથે આગળ વધારવા માટે વધુ એક તક હશે.
બંને નેતાઓ વચ્ચે આ ચર્ચા થઈ
બંને નેતાઓએ હાલના વર્ષમાં ભારત-ઇઝરાયેલ રણનીતિક ભાગીદારીમાં ઝડપથી થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને વિભિન્ન ક્ષેત્રોમાં સામરિક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર સહમતિ વ્યક્ત કરી.વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાનને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું.
છઠ્ઠી વખત ઇઝરાયેલના વડાપ્રધાન બન્યા નેતન્યાહૂ
ગત ડિસેમ્બર મહિનામાં 73 વર્ષના નેતન્યાહૂ છઠ્ઠી વખત ઇઝરાયેલના વડાપ્રધાન બન્યા છે.ઇઝરાયેલમાં ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલી ચૂંટણી પરિણામ પછી નેતન્યાહૂની પાર્ટીને અનેક પક્ષોએ સમર્થન આપી સરકાર બનાવી.વડાપ્રધાન મોદીએ ત્યારે પણ બેન્જામિન નેતન્યાહૂને વડાપ્રધાન તરીકે શપથ લેવા પર અભિનંદન આપ્યા હતા.