By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ
Breaking NewsGeneralPolitics

મોદીએ ટ્રમ્પ માટે તેમનો પ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી : ન્યૂયોર્ક ટાઇમ્સ

HM News
Last updated: 24/02/2020 2:37 PM
HM News
5 years ago
Share
SHARE

વિશ્વના મોટા નેતા ટ્રમ્પના અહંકારને પુરા કરે છેઃ ન્યૂયોર્ક ટાઇમ્સ
ન્યુ દિલ્હી,તા.૨૪
વર્લ્ડ મીડિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર છે. અમેરિકાના ન્યુઝ પેપર ધ ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે વિશ્વભરના નેતા ટ્રમ્પના અહંકારને સંતોષવાની કોશિશ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડને પસંદ કરી. પાકિસ્તાનના ન્યુઝપેપર ધ ડોને ભારત અને અમેરિકાની વચ્ચેના ટ્રેડ ડીલ વિવાદને અમેરિકા ફર્સ્ટ વિરુદ્ધ મેક ઈન ઈન્ડિયાની લડાઈ ગણાવી. જ્યાર અલઝઝીરાએ લખ્યું કે ટ્રમ્પનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારતમાં નાગરિકતા કાયદામાં સંશોધન બાદ દેખાવો થઈ રહ્યાં છે.
અમેરિકાના ન્યુઝપેપર ધ ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું બ્રિટનની પાસે મહારાણી છે, એટલે તેઓ ટ્રમ્પ માટે બકિંધમ પેલેસમાં ડિનરનું આયોજન કરે છે. ફ્રાન્સમાં બાસ્તિલ ડે ઉજવવામાં આવે છે, આ કારણે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને મિલેટ્ર્ી પરેડમાં બોલાવે છે. જાપાનમાં રાજાશાહી છે એટલા માટે તેઓ ટ્રમ્પને બોલાવે છે અને સાથે જ સૂમો મેચ પણ બતાવવા લઈ જાય છે. આ જ રીતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી. અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકો આવ્યા. આટલા જ લોકો એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમની વચ્ચે રોડ શો દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.
જર્મન માર્શલ ફન્ડ ઓફ ધ યુનાઈટેડ સ્ટેટ્સના એશિયા પ્રોગ્રામના ડાયરેક્ટર જુલિયન સ્મિથના હવાલાથી એનવાઈટીએ લખ્યું કે વિશ્વના મોટા નેતા અમેરિકાના રાષ્ટ્રપતિની ટુરમાં ઐતિહાસિક સ્થાનોના પ્રવાસ અને સ્થાનિક વાનગીઓને ઓછી કરી રહ્યાં છે અથવા તો હટાવી રહ્યાં છે. તેઓ તેમના અહંકારને પુરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોમાં આપણે અલગ-અલગ રીતે જોયું પરંતુ નેતાઓનું લક્ષ્ય દરેક વખતે સમાન જ રહ્યું છે અને એ કે ટ્રમ્પને કઈક અલગ અનુભવ કરાવી શકે. ભારતીયોએ એ નક્કી કર્યું કે જ્યારે ટ્રમ્પ અમેરિકા પરત આવે તો ભારત વિશે કેટલાક સારા અનુભવ સાથે લઈને આવે.
પાકિસ્તાનના ન્યુઝપેપર ધ ડોને લખ્યું કે અમેરિકા-ભારતની વચ્ચેનો કારોબારી સંબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યો હતો, જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ અને વડાપ્રધાન મોદીના મેક ઈન ઈન્ડિયાના નારના કારણે આ સંબંધો વધુ બગડી રહ્યાં છે. ચીનની સાથે ટ્રેડ વોર છતા ટ્રમ્પે ભારતને લઈને નિવેદન અને તેની પર ભારતની પ્રતિક્રિયાન કારણે ભારત-અમેરિકાની વચ્ચે કોઈ મોટી ડીલ ન થઈ શકી. ટ્રમ્પના ભારત પ્રવાસ પર એક અમેરિકન અધિકારીએ કહ્યું કે ભારતની કાર્યવાહીઓએ ભારતમાં સંરક્ષણવાદની ચિંતાઓને વધુ વધારી દીધી છે.

જીમ-યોગ જેવા ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાથી મરણતોલ ફટોક, 60 હજારથી વધુ લોકો થયા બેરોજગાર
ખુશ ખબર : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો દિવાળી પહેલા પગાર જાહેર
સોલામાં છ વર્ષના બાળકનું અપહરણ કરી શીલજ નજીક ફેંકી દીધો
કોંગ્રેસના પક્ષપલટુઓને લોટરી લાગી રાઘવજી, મેરજા, ચૌધરીને મંત્રીપદ : ભાજપે પેટાચૂંટણી વખતે આપેલું વચન પાળ્યું
સ્ટીલ કંપનીઓને મળી શકે છે રાહત : એક્સપોર્ટ ડ્યૂટીમાં મોટા ઘટાડો કરવાની સરકારની તૈયારી
TAGGED:ન્યૂયોર્ક ટાઇમ્સપ્રથમ પ્રેમ એટલે કે ભીડની સાઈઝને
Share This Article
Facebook Email Print
Previous Article નાગરિકતાના વિરોધમાં થઇ રહેલ હિંસા પર કેજરીવાલે ગૃહમંત્રીની મદદ માંગી
Next Article ટ્રમ્પે ૨૬ મિનિટના ભાષણમાં ભારત શબ્દનો ૫૦ વાર ઉલ્લેખ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up