– આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.ત્યારે હું ઊંઝા ગયો હતો કે તમે લોકોએ મારી વાત માથે ચડાવી.મારે તમારો આભાર માનવો છે.દીકરીઓની ઘટતી સંખ્યા અટકાવી.
અમદાવાદ : આજે સોલા ઉમિયાધામ ખાતે પીએમ મોદીએ પાટીદારોને સંદેશ પાઠવ્યો હતો.આ સંદેશમાં તેમણે પાટીદારોનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે, મારે તો રૂબરૂ જોડાવું હતું. રૂબરૂ આવ્યો હોત તો બધાને મળી શકત.ધાર્મિક આદ્યાત્મિક અને સાથે સેવાનું કામ,યુવા પેઢીને તૈયાર કરવાનું સારું આયોજન છે. વિશાળ સેવા યજ્ઞ આવનારી પેઢી માટે ઉપયોગી,તેમ સૂત્રનું પઠન કર્યુ.આજના સમયમાં સ્કિલ ડેવલોપમેન્ટનું મહત્વ છે.
તેમણે કહ્યું કે, 51 કરોડ વખત મા ઉમિયા સરણમ મમ. આઝાદીના અમૃત મહોત્સવ તરીકે આજે આપણે સમાજને દેશને શું આપીશુ તેનો સંકલ્પ લઈશું.હું બેટી બચાવોના આંદોલનનો પ્રયત્ન કરતો હતો.આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.ત્યારે હું ઊંઝા ગયો હતો કે તમે લોકોએ મારી વાત માથે ચડાવી.મારે તમારો આભાર માનવો છે.દીકરીઓની ઘટતી સંખ્યા અટકાવી. પાણી બચાવવા આપણે ઉત્તર ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિ લાવ્યા.આપણું જીવન ધરતી માતા છે.મારો આપણે આગ્રહ છે કે મા ઉમિયાની સાક્ષીએ સંકલ્પ કરીયે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈશું.પ્રાકૃતિક ખેતી કરવા PM મોદીએ આગ્રહ કર્યો હતો.ખર્ચો બચશે અને ધરતી માતાની કાયા પલટ થશે.
રાજકોટઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.ભાજપ સહિતના તમામ મુખ્ય રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા પૂરી તાકાતથી મચી પડ્યા છે.ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે તેથી ભાજપે અન્ય રાજ્યોમાંથી પણ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે.


